Thursday 11 February 2016

મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!

થવા જોઈએ વિચારો પરંતુ થઈ રહ્યા છે વિકારો એચ.ડી.માં,

મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!

ઈમેજ મારી સારી જ હતી..લોકોએ કીધું એડીટ કર,બ્લર થયો હું ને

જમાના એ કહ્યું રે ભાઈ તુ તારા જ રિસોલ્યુશનમાં..

મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!

ખુશી કો'કની હતી ને છિનવી લીધી ૩જી ની ઝડપે,

ગુંચવાય ગયો સરખામણી ને દેખાડાના નેટવર્કમાં..

મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!

ભૂલોનું રિચાર્જ કરાવીને જ તો દરરોજ લોકો સાથે વાત કરુ,
જોઈ મૈં બેલેન્સ તો બહાનાઓ સિવાય બીજું હતું જ નહીં એકાઉન્ટમાં..

મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!

થયો પ્રશ્ન કે શું જરૂરિયાતોમાં જ ઝડપાયેલો રહીશ આ જીવનમાં??

'પૂજન' ઓળખ જાતને ને શોધી લે વાયરસ તારી સિસ્ટમમાં..

મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!

Monday 1 February 2016

અમે તો માણસ અમને આટલું તો જોઈએ!

દુઃખ નહિં સુખ જોઈએ
પીડા નહિં પૈસા જોઈએ
માવત્તર નહિં મિલકત જોઈએ
મિત્રો નહિં મોબાઈલ જોઈએ

ભણ્યા પછી નોકરી જોઈએ
ને પછી તરત છોકરી જોઈએ..
ભરેલી ઘરમાં પૈસાની ટોકરી જોઈએ
ને સામે એટલી જ ઘર વકરી જોઈએ..

અમને વંશ નહિં વાડી જોઈએ
ફેરવવા માટે ગાડી જોઈએ..
ઘરમાં હોટેલ જોઈએ ને
હોટેલમાં ઘર જોઈએ..

અમને જુવાનીમાં બાળપણ ને 
બાળપણમાં જુવાની જોઈએ..
વૃધ્ધાવસ્થામાં મૃત્યુ ને 
તે નજીક આવતા જીવન જોઈએ..