Sunday 13 March 2016

હા મિત્રો.. પ્રેમમાં કુરબાની જ હતી..

નજરથી જ પ્રેમ થઈ ગયો અને મૈં તો કહી દિધું,
હવે બસ એમના એકરારની રાહ હતી..

શરૂઆતમાં તો એણે વટથી કહ્યું.. તમને જ શું કામ ચાહુ?
ટૂંકમાં, તેમને પ્રેમના પુરાવાની દરકાર હતી..

બીજુ તો શું આપુ પુરાવામાં..? જાતને સોંપી દીધી,
અંતમાં આલિંગન આપિ કહ્યુ..
તમને શું ખબર તમારા કરતા ઉતાવળ મને હતી..

પ્રેમ તો આવો જ હોય..પણ આ લોકોથી સહન થાય..?
દરેક ક્ષણે તેમને અમારી વચ્ચેની તકરારની રાહ હતી..

આજે સમજાણું પેલા બાજીરાવનું દુઃખ,
ભલેને દુનિયા હાથમાં હોય તો પણ સરકાર મસ્તાનીમાં જ હતી..

Thursday 10 March 2016

કેવા હતા એ દિવસો ને કેવી હતી એ સાંજ..!

કેવા હતા એ દિવસો ને કેવી હતી એ સાંજ,
થતી જમીન ને આસમાનની સાથે પ્રેમની પણ વાત..

કેવી હતી એ તકરારો ને કેવો હતો એ ગુસ્સો,
મનાવતો હું દરરોજ કેમ કે હતી તે મારી જરૂરિયાત..

તરસ્તો હતો સંબંધને માટે ક્યાં ખબર હતી તેમને,
તોડી નાખ્યો સંબંધ ને થઈ અમારી અંતિમ મુલાકાત..

કહી દિધુ તેણે નથી તને કદર મારી..
હું તો મૌન રહ્યો..સાહેબ, પ્રેમને થોડી હોય રજૂઆત..

યાદ નથી છેલ્લે ક્યારે વાત થઈ હતી,
જોઈએ હવે કોણ કરે છે સંબંધની ફરી શરૂઆત..



કેવા હતા એ દિવસો ને કેવી હતી એ સાંજ..