Quotes!

પ્રયત્નો ને પરિણામો સહજ છે,
વચ્ચે રહેલી પરિકલ્પનાઓ જ હસાવે ને રડાવે છે! 
#sabdnisafar :-)


પરિવારમાં થયેલા પ્રેમ લગ્ન ને સરકારનો વિકાસ બન્ને સરખા!
ના નિર્ણયની વિરુદ્ધ જઈ શકો, ના ઘરની પરિસ્થિતિ સુધારી શકો..બસ, હસતું મોઢું રાખીને માણી શકો! 
#rajkotdiwalicarnival :-) 


એક સિક્કાની બે બાજુ -- ચંચળતા અને ચતુરાઈ,
ચંચળતા વ્યક્તિને ચર્ચાસ્પદ બનાવે જ્યારે ચતુરાઈ વ્યક્તિને ચપળ! 
#sabdnisafar :-)


મૈં અનુભવેલા શબ્દો હજુ વાક્યો જ છે, વાર્તા નહિં! કારણકે, અંતમાં લોકો સફળતાને જુએ છે..સફરને નહિં! 
#sabdnisafar :-) 


નાના વર્તુળોમાં છૂટા પડેલા દરેક લોકો ઢોલના તાલે એક હોય છે! 
#sabdnisafar 


ધ્યેય સામે છે, પહોંચાતુ નથી! 
જે મળે છે એમાં પોસાતુ નથી! :-)
#workhard <3
#sabdnisafar ;-)


મુલાકાત વગરની ઓળખાણો સ્વભાવમાં નહીં, સંવાદોમાં પ્રેમ લાવે છે! 
#sabdnisafar 


સ્પર્શ તો એ ક્ષણ માટે શરીરમાં સળવળાટ પેદા કરે પણ એ સંવાદોની સંવેદના હજુ ય શરીર સળગાવે છે!
#sabdnisafar 


માપદંડો અને માફીની વચ્ચે મમળાઈ રહેલો વ્યવહાર એટલે સંબંધ!
#sabdnisafar 


પોતાને ઘરમાં ગુલામ માનનારો દરેક યુવાન આજે સ્વતંત્રતા દિવસ ઉજવે છે!
#independenceday2017 
#sabdnisafar 


કાઠિયાવાડી -- સૌરાષ્ટ્રના થઈને એટલું પણ રોયલ ને સોફેસ્ટિકેટેડ ના થવું કે લોકમેળામાં જવા માટે પગ ના ઉપડે!
#લોકમેળો૨૦૧૭ 
#sabdnisafar 


જોઈતી વસ્તુ મળે નહિં ત્યાં સુધી મથતા રહો નહિં તો લોકો તમારી ઝંખનાને સહાનુભૂતિ આપશે, સહારો સહાનુભૂતિ નહિં; સંયમ છે!
#sabdnisafar 


એક અઠવાડિયામાં મહાન બનવા નીકળેલો હું દિવસે ને દિવસે સામાન્ય થતો જતો હતો! 
#sabdnisafar 


એટલા ખોટા કામ જ શુંકામ કરવા કે ભગવાનના દર્શન પણ વીઆઇપીમાં કરવા પડે! 
#nathdwara 
#sabdnisafar 


ચારિત્ર્યમાં ચપળતા,એક ખાસિયત!
ચારિત્ર્યના મૂલ્યાંકનમાં ચપળતા,એક ખામી!
#ssbdnisafar 


ન મળ્યાનો હરખ આભાસી હતો, 
મળ્યા પછીની ચૂપકીદી..વાસ્તવિક! <3
#sabdnisafar 


જાણકારી માત્ર જો જરૂરિયાત હોય તો મેળવવી, ઉદ્દભવતી ઝંખના વર્તમાન બગાડે છે.
#sabdnisafar 


તકના મોહતાજ બનીને બેસવું એના કરતા પ્રયત્નથી સમયને પડકારતા રેહવું સારું!
#sabdnisafar 


મુક્ત હતો હું એ સપનામાં, આંખ ઉઘડી કે માપદંડોથી ઘેરાયો.
#sabdnisafar 


સ્વરૂપો ફર્યા છે, સિદ્ધાંતો નહિં! :-)
#sabdnisafar 


એની વાત જાણી નહોતી! હું મારી કહી નો શક્યો!
બસ, પછી તો શક્યતાઓથી સીમિત આ સમ્બન્ધ મૈં શબ્દોની સંવેદનામાં ઢાળી દીધો!
#sabdnisafar 


નગ્નતા મોબાઈલની મજાકમાં જ સીમિત રાખો, વ્યક્તિત્વમાં લાવવાથી વિચારો નહીં વિકારો વૃદ્ધિ પામે છે!
#sabdnisafar 


આભાસી દુનિયામાં વાસ્તવિકતા કબૂલ કરતા યુવાનો વાસ્તવિક દુનિયામાં આભાસી થઈ જાય છે.
#sabdnisafar 


બિનઅનુભવીના 'કોન્ટ્રાક્ટ પૂરા' તો અનુભવીના 'રાજીનામાના' સમાચારોની વચ્ચે કેટલાક વિઝિટિંગ ફેકલ્ટી અમને ભણાવી ગયા!
#sabdnisafar 
#engineering ❤
#lastyearcountdown 


ભારેખમ હૈયા ને ખાલીખમ દીવાલો, 
અણગમતા વિષયોની સાથે થનગનતા સવાલો!
#exams 
#sabdnisafar 


એની સાથેનો સંબન્ધ ઝાકળ જેવો હતો..
શરૂઆતમાં લાગણીથી પલળ્યા ને પળવારમાં બધું ગાયબ!
#sabdnisafar 


અણુ અણુમાં છે એ નથી ક્યાંય જવાના..
માણસ દિલ છે ને...
ભાવુક થઈ ને નીકળી ગયા છીએ અમે એમને કરવા રવાના..☺
#sabdnisafar 


એના વગર નો ચાલે એ વાત ખોટી..
પણ એની હાજરીની તો મજા જ અલગ છે.
પછી એ જામ હોઈ સિગારેટ હોય કે પ્રેમિકા..
#sabdnisafar 


સમય સાથે હોય કે ના હોય શ્રદ્ધા જરૂરી છે..
પરિશ્રમ ભલે ઓછો હોય, પરિવાર સાથે હોવો જરૂરી છે..
#sabdnisafar 



આમ જોવોને તો તકદીરમાં જે થવાનું હશે તે જ થશે
પણ ઘરના હોયને સાહેબ તો મુશ્કેલીથી હારવાને બદલે મુશ્કેલી સામું લડી શકાય...
#sabdnisafar 


જોખમ જીવનમાં જરૂરી છે 
પ્રથમ વખત જામ પીવા નહિ પણ
નથી પીવું એ જુસ્સો ટકાવી રાખવા..
#sabdnisafar 


હક હિસ્સો પરિવારમાં વધુ કે ઓછો હોય શકે પણ
દરેક સદસ્યની હાજરીથી મળતી હૂંફ સરખી જ હોય..
#sabdnisafar 


"મને જ આ શા માટે?" એમ નો કેહતા કે બોલતા,
આકરી આફતો એ દેતો હશે તો કંઈક આપણામાં પણ હશે..
#positive! 
#sabdnisafar


કપરા સમયનો કમાલ તો જુઓ
અહીં શ્વાસ ઝોખમાય છે તો સામે સંબંધ સિવાય છે..
#positive!
#sabdnisafar


સંબંધની પરિપક્વતા સમજવા સમય ખરાબ જોઈએ
સારા સમયમાં તો શત્રુ પણ સગા બની જાય છે..
#sabdnisafar


ડોક્ટરો કૃષ્ણ પણ છે અને કંશ પણ,
સલાહ લેવામાં છે અર્જુન કે પછી દુર્યોધન?
#sabdnisafar


અમારી સામે રહેલા સ્વજનને કહી દીધું ડોક્ટરે...
દવા નહિ દુઆની જરૂર છે આમને,
હવે સારવાર નહિ સેવાની જરૂર છે આમને..
#sabdnisafar

No comments:

Post a Comment