Saturday, 6 May 2017

વાર્તા કે અનુભવ!

દિવસે તો નહિં હવે તો રાત્રે પણ ગરમી વર્તાતી હતી. ઉનાળો પોતાનો પરચો દેખાડી રહ્યો હતો. ઓરડાનું તાપમાન લગભગ ૨૫ ડિગ્રી કરીને બેઠેલો ધ્યેય પોતાનું કામ કરી રહ્યો હતો. લગભગ, બે વર્ષથી તે શારીરીક સંબંધથી છૂટી ગયો હતો. ધર્મિષ્ઠા સાથે છૂટા પડ્યા પછી તે પોતાના કામ પર વધુ ધ્યાન આપતો હતો. તેને પોતાનો ધ્યેય બદલાવી નાખ્યો હતો. આ બધાની વચ્ચે તે આજનો દિવસ ભૂલી શકે એમ નહોતો. કેમકે, આજનો દિવસ તે બંનેએ સાથે પસાર કર્યો હતો. બે વર્ષના સંબંધનો સાથે ગાળેલો આ અંતિમ દિવસ! પોતાના માથામાં હાથ પછાડી રહેલો ધ્યેય કામ પડતુ મૂકી માથુ છત તરફ રાખી આંખ બંધ કરી વિચારવા લાગ્યો.
(બે વર્ષ પહેલા -- હૉટેલ)
"મારી સામે ના જો ધ્યેય..તને ખાઈ જઈશ." ધ્યેયથી પીઠ ફેરવી ધર્મિષ્ઠા બોલી. પાછળથી પોતાના બંને હાથ તેની કમર પર રાખીને ધ્યેય તેના કાનમાં રણક્યો. "આજે તો અંતિમ વખત તને ચાખવાનો મોકો છે! છોડીશ નહિં!" કાન પર નાનકડું બટકુ ભરીને તે ધર્મિષ્ઠાના ગાલને પોતાના ગાલ વડે સ્પર્શે છે. બંને આંખો બંધ કરીને પોતે ગાળેલા સમયમાં ખોવાય જાય છે. 'સમજદારીથી બાંધેલો આ સંબંધ સમજદારીથી પૂરો થશે!' આવુ ભાગ્યે જ બને છે. પણ, આના સાક્ષી ધ્યેય અને ધર્મિષ્ઠા છે. ધર્મિષ્ઠા પોતાના હાથ ધ્યેયના માથા પર ફેરવી પોતાના હોઠોને ધ્યેય સમક્ષ ધરે છે. અચાનક એક આંસુ તેના હાથને સ્પર્શ થાય છે ને તે છૂટી પડી જાય છે. "ધ્યેય તુ રડે છે?" "ના, આ તારા અંતિમ અહેસાસની વહી આવતી લાગણી છે." ધ્યેય ધર્મિષ્ઠાને જોરથી પોતાની તરફ ખેંચી એને પ્રગાઢ ચુંબન કરે છે. અરીસાની સામે ધર્મિષ્ઠાને રાખીને તેની પાછળ પોતાના બંને હાથ ધર્મિષ્ઠાના ગળા પર વિંટાળી બંને ઊભા છે. "ધ્યેય, આપણે તો વાતો કરી હતી ક્યારેય નહિં છૂટા પડવાની! શું થયુ અચાનક?" "ક્યાં હજુ તને મૂકી છે? પરિસ્થિતિ આગળ બધા લાચાર છે! આપણું ભેગા થવુ એ નિર્ણય પણ કોઈ એકનો ના હતો ને છૂટા પડવાનો પણ નથી." "ધ્યેય, હું શું કરીશ તારા વગર!" આંખમાંથી શરૂ થતુ પાણી તેમની એકબીજા પ્રત્યેની લાગણી વ્યક્ત કરતુ હતુ. ધ્યેય ધર્મિષ્ઠાને અરીસાની નજીક લઈ જાય છે. "તે મારી આંખને પ્રેમ કર્યો હતો ને મૈં તારા દેખાવને! તને મારો સ્વભાવ ના જામ્યો ને મને તારી માનસિકતા! હવે અહિં મારો કે તારો વાંક નથી. આપણે શરીરથી એક થઈ શકીએ પણ મનથી નહિં! હું જાણું છું અઘરું પડશે પણ અત્યારનો સમય હજી આ સ્વીકારી લેશે પણ આવનારા બે-ત્રણ વર્ષો પછી આ જ છૂટકારો મન પર અસર કરી જશે." તે આખી રાત તે ધ્યેય અને ધર્મિષ્ઠાએ ભરપૂર એકબીજાને માણ્યા. એકબીજાની આંખથી લઈને શરીર પરોવાયા. કૃત્રિમ એ ઠંડીમાં શરીરની હૂંફને સંતોષી બંને એકબીજાને આલિંગન કરતા ઊંઘી ગયા.
એ બંધ થયેલી આંખો ખૂલી ગઈ. સામે રહેલા લેપટોપમાં નજર પડતા ધર્મિષ્ઠા સાથેની વાતો, તેની સાથે પાડેલા ફોટાઓ, ગાળેલો એ પ્રેમભર્યો સમય, એકબીજાની ટેવો, કુટેવો બધુ નજર સામેથી પસાર થઈ ગયુ. તે ઊભો થયો, સિગારેટની એક કસ ખેંચીને ફરી બેસી ગયો. તે યાદ આવેલી ક્ષણો શરીરને તપાવી ગઈ! ને ઊપરથી સિગારેટનું વ્યસન એટલે ઓરડાનું તાપમાન ઘટાડવા મજબૂર બન્યો. આ રીતે એકાદ વર્ષથી દેશમાં ફિક્શન નૉવેલનો નામચિહ્ન લેખક ધ્યેય પોતાના અનુભવો(લોકો માટે વાર્તા) લખવા બેઠો.

એના વગરની આ સાંજ!

એના વગરની આ સાંજ!
સામે દરિયો, મારી બાજુ આવી રહેલા મોજા..આથમતો સૂર્ય ને એક બાંકડે ચુંબન કરી રહેલું યુગલ! રેતીની ચાદરમાં મારુ શરીર નજર સામે કેસરિયા રંગનું આકાશ ને પગના તળિયે આવતા મોજા! નજર જમણી તરફ વળી કે લાંબા વાળ, સુદ્રઢ શરીર, અદભુત વળાંકો ને એમાં પણ લાલ કાપડાઓમાં ભૂરા રંગનો મિશ્રણ. સમયને રોકવાની ઈચ્છા, એના પાછળ ફરવાની રાહ તો વળી એના નામની ધારણા..બધું એકસાથે કરવાની તલપ !! યુવાન લોહી રહ્યુંને..પલક ઝબકી કે તે અદ્રશ્ય!? છેલ્લા બે દિવસથી પીધેલો જામનો નશો હતો કે મૈં ગુમાવેલી યુવતી!? પ્રેમિકા હતી એ મારી..હા, ખૂબ ચાહ્યો એને મને! ગઈકાલે પ્રથમવાર ગળામાં ઉતારેલા એ બે જામના ઘૂંટડા જેવા જલદ હતા અને એ જે રીતે મારી અંદર પ્રવેશ્યા એમ એના મનમાં હું હતો. ભલે શરૂઆતમાં જલદ હોય પણ અંતમાં હું જ વ્હાલો હતો! મારો એને નશો હતો કે પછી આદત હતો હું?!..એ ખબર નહીં પણ એકબીજામાં ચકચૂર તો અમે બંને હતા. તો જ રાત્રિઓ રસપ્રદ બનેને! ઠંડુ પાણી મને સ્પર્શી રહ્યું હતું..આંખ બંધ થઈ ને એના સ્પર્શનો અનુભવ જેમ માછીમાર માછલીને પકડે ને માછલી તડફડે એમ હચમચાવી ગયો! હું સફાળો બેઠો થયો. પાછળ ફરીને જોયું તો લોકો બિયર પી રહ્યા હતા..તો કોઈક માર્ચ પછીનો આનંદ માણી રહ્યા હતા. સિગારેટોથી સાંજનો માહોલ સોહામણો લાગી રહ્યો હતો..એમાં પણ સિગારેટનું શેરિંગ યુવાનોની એકતાને પ્રદર્શિત કરતી હતી! મારુ અંતર કોઈકને ઝંખી રહ્યું હતું. કેમકે, ના મારી પાસે બેચલરોનું ટોળું હતું કે નહોતી પ્રેમિકા! ચાહનારાઓ જયારે સાથે ના હોય ત્યારે ચુલ ચડાવનારાઓની ખામી વર્તાય છે. હું આ નશામાં ભળેલી સુગંધિત સાંજમાં એને ઝંખતો હતો જેને મને કહેલું કે.."તું જ મારો નશો ને તું જ મારુ વ્યસન!" બોટલોના અવાજ ને સિગારેટના ધુમાડાની વચ્ચે હું કિનારે પહોંચતા પાણી પર પગ બોળીને ચાલતો થયો! આ બધાની વચ્ચે મારો અહમ મને એમ જ કહેતો હતો કે તે નહીં એને તને ગુમાવ્યો છે. તો પછી વળતો જવાબ મૈં પણ આપ્યો કે "આ ખાલીપો શા માટે?" તો એ ઘમંડે ઘુઘવાટા અવાજ સાથે કહ્યું.."આ મહેફિલમાં તારી એકલતાને મહેસૂસ કરવાની તાકાતથી કુદરત એને પણ તારા પ્રત્યે વિચારવા મજબૂર કરશે!"

એના સાથેની આ સાંજ!

"એના વગરની સાંજ"નો અનુભવને વ્યક્ત તો ત્યારે કરી શક્યો જ્યારે માણી હતી મૈં..
એના સાથેની આ સાંજ! 
સાંજમાં કઈ ખાસ નહોતું..પણ ઘોર અંધારું, મખમલની સીટ પર એકબીજાની આંખો શોધી રહેલા અમે બંને હાથમાં હાથ પરોવીને એકબીજાને એકબીજાનામાં શોધી રહ્યા હતા. એના બીજા હાથનો મારા ગાલ પરનો સ્પર્શ ને કાનમાં "ખાઈ જઈશ તને!" આ કહેવું.. યુવાનીની લંપટતા દર્શાવતી હતી. સમયના ભાગમાં એકીટસે એકબીજાને નિહાળી રહેલા અમે નજીક આવ્યા! એને મારી આંખ પર ચુંબન કર્યું. પળવારમાં મારા હોઠ એના કપાળ ને અડક્યા! એની આંખમાં રહેલું એ આંસુ એનો મને પ્રથમવાર સોંપવાનો ડર વ્યક્ત કરી રહ્યો હતો. એ આંસુ લૂછી તેના મોઢાને મારી નજીક લઈ તેને ગાઢ ચુંબન કર્યું. ક્ષણોની સાથે થિયેટરની લાઈટ શરૂ થઈ ને પિકચર પૂર્ણ થયું! ભૂખની સાથે એકાંતને શોધી રહેલા અમે કાફેમાં ગયા. વેઈટરની દયા ને થોડી મારી ઓળખાણથી કાફેની અગાસી પર ટેબલ ગોઠવ્યું! હા, અગાસી પર..અગાસી કહેવા કરતા એકાંત આપી શકે એવો ઓરડો! ગેરકાયદેસર હતું પણ એના મને મળવાથી લઈને એની સાથેની સફર ક્યાં કાયદેસરની હતી! કાયદેસર હતી તો મારી અને એની ખુશી! અમારી મુસ્કાન, એકબીજા પરનો વિશ્વાસ ને અમૂલ્ય એવી આ સાંજ! કાયદેસર હતી..હંમેશની જેમ બે કોક એક પાનીની અને એક પાસ્તા આવ્યા. આકાશની સાથે અમારી વાતોની અંદાજનો રંગ પણ બદલાઈ રહ્યો હતો. મારી બાજુમાં બેસીને મારા ખભ્ભા પર માથુ ઢાળીને તેને મને કહ્યુ. "છોડી નહિં દે ને મને?" મારું હસવુ જોઈ તેને ગાલ પર એક થપ્પડ..ના,ના પ્રેમભર્યુ વ્હાલ કર્યુ. પીઝાનો એક કટકો પોતે ખાઈ મને ખવડાવીને મારા ગાલ પર ટૉમેટો કેચઅપ લગાડ્યો. ચીઝનો મારો તો વળી ચીલી ફ્લેક્સનું ઉડાડવું..ને અંતમાં એક ગાઢ આલિંગન! આંખ બંધ કરી સંબંધોના વાવાઝોડાનો સામનો કરવા એકબીજાનો સાથ આપવા અડીખમ ઊભા હોય એવું લાગતુ હતુ. ત્યાંથી બહાર નીકળીને અમે રસ્તા પર ચાલતા હતા ને અચાનક મૈં બૂમ પાડી. "જો તારી પાછળ કૂતરું!!" તરત જ તેને પોતાના હાથ મારી ગરદન ફરતે વીંટાળી બંને પગ ઊંચા કરી મારા સહારા પર ઊંચી થઈ ગઈ! તેની આંખનો ગભરાટ તો સામે મારા પરનો વિશ્વાસ કંઈક અલગ જ હતા. એક મિનિટ પછી મારી આ મસ્તીથી તેના મોઢા પર આવેલું સ્મિત અવિસ્મરણીય હતુ. આ મસ્તીની સજા તેને ઊંચકીને ચાલવાની હતી. થોડીવારમાં સજા પૂરી થઈ..ના, ના..અમારો છૂટા પડવાનો વારો આવ્યો. "કેમ આ સાંજ આટલી ઝડપથી પસાર થઈ ગઈ?" આ વાતો, એકબીજાને સ્પર્શવું, આંખોને નિહાળવી એ એક વિતી ગયેલો કાળ બની ગયો! ઘરે જઈને આ જ વાત થવાની હતી. થોડું ઓછું હસ્યાને અડક્યાની ફરિયાદો થવાની હતી. અરે! આલિંગનોના સ્ટિકરની ને એકબીજાને નહિં છોડવા જેવા કેટલાક વચનોની વર્ષા થવાની હતી. થોડીવાર ચેટ કરીને ફોનના સંવાદોમાં મૌનથી એકબીજાને ઓળખવાની ને માણવાની મજા કરવાની હતી! અંતમાં રાત્રે, મીઠી નિંદર લાવવા તકીયા સાથે પ્રેમ કરીને તેની ગેરહાજરીને પૂરવાની હતી! 

💝

પરીક્ષાના અનુભવો!

#exams ;-)
શાંત ઓરડો..સામે દિવાલ..ઉપર પંખો..બહારથી આવતો વાહનોનો અવાજ ને આ બધાની વચ્ચે રૂમમાં બેઠેલો એન્જિનિયરીંગનો વિદ્યાર્થી! વિચારોના ચકરાવે ચડેલું મગજ વારંવાર સામે રહેલું વાંચવા મજબૂર કરે છે. સમયને વેડફીને છેલ્લે છેલ્લે વિદ્યાર્થી આઈ.એમ.પી. પર આવે છે! ખોટા ખ્યાલોમાંથી નીકળવા સતત મથી રહેલો વિદ્યાર્થી સમજે છે કે આ ક્યાં અગત્યનું છે! એને તો એવા એવા પિક્ચરો ને એવુ એવુ જોયુ છે કે જેમાં આનું મહત્વ છે જ નહિં! મહત્વ છે તો બસ.. અંદર રહેલી પેશનનુ..મહત્વ છે તો બાહ્ય વાંચનનુ! મહત્વ છે તો બસ..એ આંતરિક ઊર્જાનું કે જેનાથી તેને મહાન..આંહા! ફેઈમ(નામના) પામવાનુ! આજે એક અવળો વિચાર આવ્યો! આ બધુ પરીક્ષા સમયે જ કેવું મગજમાં આવે છે? અચાનક, બધુ ખોટું થવા લાગે છે! અંદરથી પેશન જાગવા લાગે છે. પોતાના સ્વાર્થ વગર કંઈ જ વાત ના કરતો વિદ્યાર્થી દસ દિવસ માટે પોતાના કેરિયર સિવાયના કેરિયરને પામવા કેટલો મહાત્વાકાંક્ષી થઈ જાય છે! અચાનક એ આઈન્સ્ટાઈનના ફોટાઓ ફરવા લાગે છે. દાખલાઓની સાબિતીને બદલે થઈ ગયેલા બિલિયનરો અભણ છે એ સાબિતી આપવા મારા જેવા કેટલા વિદ્યાર્થી તૂટી પડે છે! ખેર, દસ દિવસ જતા વાર નથી લાગતી! પરિક્ષા પતવાની સાથે જ અંદરથી એ દસ દિવસમાં જાગેલી મહાત્વાકાંક્ષા અવાજ કરે છે! ચાલ, મને બહાર ઉઘાડ..બહુ સાંચવી રાખી! હવે શું થશે ખબર છે? હા, મને ખબર છે..જવાબ વળતો જ મળે છે..એન્જિનિયર કંઈ આવુ કરે? અથવા, એ તો હવે કરશુ! એવા વિચારો સાથે વિચારોને અવગણ્ય ગણીને કાઢી મૂકવામાં આવે છે. અહિં ઘણા લોકો શરૂઆત કરે છે! વચ્ચે તૂટી જાય છે! બધુ પડતું મૂકી ફરી પોતે જે કરતા હતા ત્યાં આવે છે! વારંવાર..જગતની સામે એકબીજાને અને પોતાને મૂરખ બનાવવાની કેવી ખરાબ આદત પડી ગઈ છે. નહિં? આમાં તો હું પણ આવી જઉં! ખરા-ખોટાની પરવા વગર મારે શું કરવું છે એ આધારે ગમે ત્યારે પલટી મારી જઈએ! યુવાન..કદાચ, આવા જ હશે! વ્યાખ્યા તો યુવાનીની આવી જ લોકો કરે છે! એક્સાથે બધુ પામવાની ઘેલછા..જે મળે છે એમાં ભૂલો કાઢી તેને હાથમાંથી સરકાવી દઈ જે નથી એની પાછળ પડીએ છીએ! મળેલા સંબંધોને ગૌણ ધારી ને આકર્ષણમાં આવેલા સંબંધોને પામવા ગાંડાતૂર થઈએ છીએ! એકલા કંટાળો આવતા..વડીલો પાસે જઈએ છીએ ને તેમની સાથેના વિચારોમાં જનરેશન ગેપનો નિવાળો કાઢી પાછા રૂમમાં ફરીએ છીએ! વળી, એ જ પરિક્ષા અને પછી એકલતાના સૂત્રો ને કોઈને પામવાની ઘેલછા! અવગણનાએ તો આદત કહી શકાય! નિંદાએ પ્રાથમિકતા ને ઈર્ષ્યાએ તો મન અને મગજ પર અરાજકતા ફેલાવી જ છે! વ્યસન કરવા એ યુવાનીનું નિશાન છે! અહિં પણ પરિસ્થિતિ એ જ છે.. કોઈનું જોઈને અને અનુસરીને પાડેલી આદતો હંમેશા અવળી જ હોય છે! સારી ટેવો ને કોઈ મહાન માણસના કામને અનુસરવાની વાત આવતા અમે માણસને અનુસરતા બંધ થઈ જઈએ છીએ. બધી ખબર છે! અઢળક વસ્તુઓ સાંભળી છે, વાંચી છે! એવું નથી, પ્રયત્નો પણ કર્યા હોય છે! બસ..કોઈ મોડાં જાગૃત થાય કોઈ વહેલા! ઘણી વખત તો અમૂક વસ્તુમાં આગળ પણ વધી ગયા હોઈએ છીએ..અચાનક ધાર્યુ ના થતા તૂટી જઈએ છીએ! પછી, કોઈ એવું જોઈએ કે જે ફરીથી એકળો માંડવા પ્રેરિત કરે! એ જ અઘરું છે..અત્યાર સુધી જેને પામવા જે કર્યુ હતુ તેમાં મળ્યુ કશું નથી હોતુ! આશાઓના સહારે ચાલતાં..અચાનક આશા પર પાણી ફરી વળતા ભાંગીએ છીએ! અહિં સમજાય છે કે જો માણસોનો સહારો હોત તો ઊભા થઈ શકત! બાકી, યંત્રોતો પળવાર આનંદઆપી શકે, પ્રેરિત તો આપણાં જ કરી શકે! ખેર, 'ઉંમર બધુ શીખવશે!' ઘણી વખત એવું કહે છે લોકો! ચાલો, ઓછા સમયમાં વધુ શીખવાનો પ્રયત્ન કરીએ!