Saturday, 2 December 2017

મેમોરેબલ મુલાકાત

હું ઘરે ફરી જતો હતો ત્યારે વિચારતો હતો.. વાગોળતો હતો.. મારી માત્ર બે કલાક પેલાની સફરને..
એક એવી સફર કે જ્યા નહોતું વોટ્સએપ કે નહોતું ફેસબુકનહોતા ત્યાં મિત્રો કે નહોતા ત્યાં મા-બાપ! ત્યાં નહોતી જંજટ પર્સન્ટેજની કે નહોતી જંજટ ભવિષ્યની! ક્યાં કેરિયરની ચિંતા હતી તો વળી ક્યાં સંતાનોની સમસ્યા..!ત્યાં ક્યાં ટેકનોલોજીની ખબર હતી કે ક્યાં પૈસાની લાલચ હતી? ત્યાં ક્યાં કપટ હતુ કે ક્યાં સરખામણી હતી? બસ હતુ તો માત્ર વર્તમાન!દુનિયા માત્ર બે-પાંચ રૂમ કે એક વાડી હતી.
તેમને નાવા માટે પાર્ક એવેન્યુ સાબુ નહોતો. તેમને ગરમીથી બચવા .સી. નહોતુ. મુસાફરીની તો ક્યાં વાત કરો સાહેબ.. એમને ડેલા બહાર જવાની પણ મનાઈ! છતા તેમના ચહેરા પર જે હાસ્ય હતુ તે અમારા કોઈના પર નહતું. તેમને માટે શું દેશ અને શું ખંડ! તેમને માટે વસ્તી માત્ર ૬૦ જણાની ને બીજા વધીને ૧૨-૧૫.તે લોકોએ દેશ માટે કાંઈક કર્યું હતું. નહોતું  બનાવવું તેમને ડિજિટલ ઈન્ડિયા છતા તેઓએ દેશને મદદ કરી હતી. નિઃસ્વાર્થ ભાવે કોઈકને કાંઈ અર્પણ કરવું એમની મહાનતા છે.
ઘરે આવીને હું માનસિક ક્ષતિવાળો હોય એવું લાગ્યુ.

મને નહોતી ખબર કે આજના દિવસમાં હું કાંઈક એવું કરીશ કે જે મને જીવનભર યાદ રહી જશે. કાંઈક એવું કે જેનાથી મારા જીવનમાં  પરિવર્તન આવી જશે.
વિચારે મને લખવા મજબૂર કર્યો અને જેથી હું તમને મારો અનુભવ શેર કરી રહ્યો છું..

જગ્યા હજી પણ રાજકોટમાં છે.

મિત્રો, શરૂ કરી રહ્યો છું મારી મુલાકાતને..

૬૦ બાળકો એક હરોળમાં બેઠા હતા. અમે જેવા અંદર ગયા કે બધા અમારી સામું ટગર-ટગર જોવા લાગ્યા. લગભગ બપોરે ૨ઃ૧૫ થયા હતા. અમારી કૉલેજના શિક્ષકે અમને તે ખાલી જગ્યા પર બેસવાનું કહ્યું. અમે બધા તો અવાજ અને વાતો.. ટૂંકમાં કહું તો કોલાહલ કરતાં બેસી ગયા.. પરંતુ તે ૬૦માંથી એક પણ એક શબ્દ સુધ્ધા નહોતો બોલ્યાતે જગ્યાના મેઈન સાહેબો આવ્યા અને અમારું તે સંસ્થામાં સ્વાગત કર્યું. તે સાહેબે અમને તે સંસ્થાનો ભૂતકાળ  એટલે કે સંસ્થા ૧૯૫૮ થી અહીં કાર્યરત છે એવું અમને કહ્યું. ત્યાં અમારામાંથી એક છોકરાએ
અવાજ કાઢ્યો.. ઓઓઅહો.. એટલે એટલી વારમાં અમારી કદર થઈ ગઈ.. તે સંસ્થાના બાળકો સાથે.. પછી અમારા સાહેબ આવ્યા ને માહોલને પાછો સરખો કર્યો. તે મેઈન સાહેબે લગભગ પાંચેક મિનિટમાં અમને આખો ઈતિહાસ કહી દીધો..
ત્યારબાદ બાળકો અહિં કઈ રીતે સ્થળાંતર પામ્યા અમને કહ્યું જેમાં એવું જાણવા મળ્યું કે કેટલાકને અહિં ટ્રેનિંગ માટે દાખલ કરવામાં આવ્યા છે તો કેટલાક રસ્તા પરથી રખડતા-ભટકતા મળેલા છે.
 બાળકોની જવાબદારી આજીવન સંસ્થાની હોય છે એવું તે સાહેબે કહ્યું.
પછી, તેને તેની સંસ્થાના એક વિદ્યાર્થીને બોલાવ્યો જેનું નામ હતું રાજુ.. તે આવ્યો અને સાહેબ એક હિરોનું નામ બોલ્યા. ત્યાં તો તેને ગીતોની રમઝટ બોલાવી. એક નહિં બે નહિં પરંતુ તે ત્રણ-ત્રણ ગીતો ગાતો હતો. સાહેબ જેવું બોલ્યા બીજા હિરોનું નામ કે તેણે હીરોના ત્રણ ગીતો હાજર કર્યા. અમે વિદ્યાર્થીની કલાથી અત્યંત પ્રસન્ન થયા. બધાએ તાળીઓના ગડગડાટથી તેનું અભિવાદન કર્યુ. તે મેઈન સાહેબને ફાકી ખાવાની ટેવ હતી. તેથી તેણે ટેવ મુજબ ફાકી ખીચામાંથી કાઢી અને તે બે હાથ દ્વારા ઘસવા લાગ્યા અને પેલાને જગ્યાએ બેસવાનું કીધું, ત્યાં
તો બીજો એક છોકરો જેનુ ખૂબ વજન હતુ તે આપોઆપ આવી ગયો.. તમને કહું ને તો તે દોડ્યો. આખી સંસ્થા તેમને પહેલવાનથી ઓળખતી હતી. સાહેબે પછી ચોખવટ કરી કે આને ફાકી બહુ ભાવે છે. અમે બધા હજી સુધી શું થઈ રહ્યું છે શોધમાં હતા. તે છોકરો ફાકી ખાઈને જતો રહ્યો.. પછી તે સાહેબે મહેશને બોલાવ્યો. તે આવ્યો અમને બધાને નમસ્કાર કર્યા. પછી તેને પોતાની ઓળખાણ અમને ઈશારાઓથી આપી. માત્ર બે એકશન તેણે કરી.આથી, સાહેબે પછી એમ કહ્યુ કે ૨૦૦મીટરમાં ભારત એટલે કે (નેશનલ) ચેમ્પિયન છે.
ત્યાં તો તાળીઓના ગડગડાટ થઈ પડ્યો. પછી જે જોયુ તેનાથી અમે અચંબિત થઈ ગયા તે ૧૯ વર્ષના યુવાનની આંખમાં આંસુ હતા અને તે પોતાની જગ્યાએ વિનમ્રતાથી બેસી ગયો.

મુલાકાતની વાત આગળ કરું તો સાહેબે પછી એક છોકરાને ઊભો કર્યો તે આવ્યો ને અમને નમસ્કાર કર્યા. ભાઈને જોઈને બધાને એવું લાગ્યું કે આને આપણે ક્યાંક જોયો છે. તેનો ચહેરો જોતા બધે કોલાહલ થઈ મચી ત્યાં સાહેબે કહ્યું કે મુઘલ જાતીમાં આવે તમને એમ લાગે કે મૈં આને જોયો છે અને અમુક પિક્ચરોના નામ પણ તેમને આપ્યા જેમાં હોય એવું લાગ્યું અને અમે બધા આશ્ચર્યચકિત ત્યારે થયા જ્યારે તેમને કીધું કે આની ઉંમર ૭૨ વર્ષ છે! તમને લાગે નહિં સાહેબ! તેને પણ સાહેબે પોતાની જગ્યા પર જવા ઈશારો કર્યો.
ત્યારબાદ એક કવિતાનો અવાજ અમારા કાને પડ્યો જી હાં વચ્ચેથી એક છોકરો હતો જે સ્ટેજ પર આવીને કવિતા પઠન કરવા લાગ્યો. આપણને દિવસ પછી યાદ રે એવી કવિતા મિનિટમાં બોલી ગયો. ત્યારબાદ ૬૦માંથી એવા લોકોને અમને પરિચિત કરાવ્યા જે તે બધાનું ભોજન બનાવતા હતા,પછી એક માત્ર તે ૬૦ના કપડાં ધોતો હતો. અમે સૌએ એમનું પણ તાલીઓના ગડગડાટથી અભિવાદન કર્યુ.

રીતના ૨૫-૩૦ મિનિટના કાર્યક્રમ પછી અમને તેમના રહેવાના રૂમ અને તેમને મળેલા મેડલોનો એક રૂમ કે જેમાં વિદ્યાર્થી અને સંસ્થાને જે અત્યાર સુધી જે કાંઈ મેડલો મળ્યા હતા તે દેખાડ્યા. લગભગ ૧૧૦ મેડલો હતા. ત્યારબાદ તેમના ભોજનની વ્યવસ્થા અને તેમનું દૈનિક કાર્ય કહ્યું. તેમનામાં જોવા મળતા શોખને આધીન તેઓને મળતી સુખ સુવિધા તેમ તેઓને મળતા સંસાધનોની માહિતી અમને આપી.
પછી અમને તેમની સાથે રમવાનું કહ્યું. અમે પહેલાં તો થોડા ડરી ગયા પરંતુ તેમનો ઉત્સાહ અને ઉમંગ જોઈ તથા તેમનામાં મળતો જુસ્સો જોઈને અમને પણ રમવાનું મન થયું. પછી અમે ખૂબ રમ્યા કોઈ બેટ દડાથી તો કોઈ ફુટબોલથી.. બધા એકબીજામાં ભળી ગયા હતા. ચારેકોર હસવાનો અવાજ હતો.. કોઈક છોકરો પેલી બાજુથી રાડો પાળતો હતો કે બોલ મને આપ તો કોઈ હરખમાં ધૂળમાં ગલગોટીયા ખાય રહ્યુ હતું. તો અમારામાંથી કોઈક એક નાના બાળકને વાર્તા કરી રહ્યુ હતું તો કોઈક બીજા બાળકને જમાડી રહ્યું હતુ.બધા જાણે બાળક થઈ ગયા હતા. સાહેબ ત્યાં અમારી કૉલેજના વિદ્યાર્થીઓને સંસ્થાની મુલાકાત બદલ આભાર માની રહ્યા હતા તો વળી, અમારા શિક્ષકો તેમને અમારા અહોભાગ્ય કે અમે વાસ્તવિકતાને જોઈ અને જણાવી એમ કહી રહ્યા હતા. પ્રસન્ન્તાનો માહોલ ચારેકોર છવાયેલો હતો ત્યાં સામે જોયુ તો એક છોકરાને વાઈ આવી ને અમે બધા બેબાકળા થઈ ગયા. સંસ્થાના લોકો તરત ભાગી આવ્યા જ્યારે સંસ્થાના વિદ્યાર્થીઓને રૂમમાં જવાનો હુકમ મળી ગયો. તેઓ બધા ઝડપથી ત્યાં જવા લાગ્યા. એક સાહેબે પેલા સૂતેલા છોકરાના પગ અને મોં પર હાથ રાખ્યો હતો તથા
આજુ-બાજુ જગ્યા કરીને હવાની અવરજવર થાય રીતે ઊભા રહેવા કહ્યું. મિનિટની અંદર અંદરતો છોકરો ફરી પાછો હતો તેઓ થઈ ગયો ને સાહેબ પણ નોર્મલ થઈ ગયા.  
તમને કદાચ અંદાજ આવી ગયો હશે મુલાકાત શેની હશે.. જી હાં તમે સાચા છો મુલાકાત હતી માનસિક ક્ષતિવાળા બાળકોના આશ્રમની..
મિત્રો અમે માત્ર ૧૦ મિનિટ પછી ત્યાંથી નીકળી ગયા અને સાહેબે અમને બધાને ત્યાં દાન કરવા માટે નામ લખાવું પડે છે અને - મહિનાનું બુકિંગ હોય છે એવુ કહ્યુ અને રાશન માટે લિસ્ટ અને ત્યાંનું એક કાર્ડ પણ આપ્યું.  સંસ્થાને સરકારી દાન મળે છે ને તેઓ એનો ક્યારેય ઉપયોગ કરતાં નથી એવું જણાવ્યુ. ગૌરવ ભર્યુ કહેવાય આપણા અને આપણા સમાજ માટે.
આપણે કોઈકને મદદરૂપ ના થઈ શકીએ તો કાંઈ નહિં પણ કોઈકને નડીએ તો નહિં . હું બધા વાચકમિત્રોને એક વિનંતી કરીશ કે તેઓ પોતાના ગામની આજુબાજુના આવ સ્થળોની મુલાકાત લે તથા આજના છોકરાઓને પણ ત્યાં લઈ જાય. સાહેબ, તમારા બાળકને પૈસા ને દાન આપવાનું પછી શીખવાડજો પેલા આવી સંસ્થાની મુલાકાત લેવાનું અને તે બાળકો સાથે સમય કાઢવાનું શીખવાડજો..
કેમ કે સમસ્યાને પૈસાથી ઉકેલનારા જગતમાં ઘણાં મળી રહેશે પરંતુ પોતાનો સમય કાઢીને સમસ્યાને સાંભળનારા બહુ ઓછા છે સમયમાં..
તમારા પર નહિં આવુ મિત્રો મારા પર આવીશ પેલા.. આજે મારી પાસે પૈસા..?છે. એક્ટિવા..?છે. મા-બાપ..?છે. મારો પોતાનો રૂમ..?છે.મને કોઈ સંભાળનારું..?છે. મારી ફરિયાદોને સાંભળનારું..?છે. મારી જીદને પુરી કરનારું..?છે. છતા મૈં દેશ માટે શું કર્યું??
લગભગ કંઈ નહિં..
તમામ વાચક મિત્રો જાતને પ્રશ્ન કરી લેજો.. તમે કંઈ કર્યુ હોય તો કો'કને મદદરૂપ થવાના વધારે પ્રયત્ન કરજો.
મિત્રો,પપ્પાના પૈસાથી સોફેસ્ટિકેટેડ થવું તો બહું સહેલું છે પરંતુ જીવનમાં જો ક્ષતિ આવે ને તો જીવનમાં સરળતા લાવવી બહુ મુશ્કેલ છે. ખબર છે મને આપણે બધા નસીબ અને કર્મમાં માનનારા લોકો છીએ પરંતુ લખાયેલા નસીબને નિભાવવા અને કરેલા કર્મને કાયમ રહેવું બહું અઘરૂ છે.
કદાચ, આપણાં જીવનમાં આવે તો સાચી ખબર પડે..
માતૃભારતી એપ દ્વારા સંદેશો આપ સુધી પહોંચાડવાનો મોકો મળ્યો. તો હું એપ બનાવનારા અને તે આશ્રમના વીરો તથા ત્યાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહેલા મિત્રોને સલામ કરું છું.

તમારા અભિપ્રાય ચોક્ક્સ મોકલાવજો.

No comments:

Post a Comment