Saturday, 19 December 2015

પ્રેમ પાગલ હોય છે..!

ઝઘડા ને મુશ્કેલી તો બધા આપે માત્ર પ્રેમ નહિં,
ભલેને તકરારો થાય તો ય વ્હાલો હોય છે..

વખત આવતા તેઓ ગયા સરહદ પર ગયા..હતા જો લશ્કરમાં,
આ વર્ષોમાં પ્રેમ માટે ખત માત્ર સહારો હોય છે..
નવરાશની પળોમાં ચાલી ગઈ હું વિતેલા કાળમાં,
પ્રેમ થયો તે દિવસ કેવો મજાનો હોય છે..
અઢળક છબીઓ ને યાદગીરી છે અમારી તેમના પાસે,
માટે જ તે હંમેશા અમારા હ્રદયમાં હોય છે..
એક સાંજે તેમની શહીદીના સમાચાર મળ્યા ત્યારે લાગ્યુ,
પાગલ દિકરો પણ માં નો આશરો હોય છે..

હા, મારો દિકરો પ્રેમ પાગલ હોય છે..!

Monday, 14 December 2015

મને આજે સમજાણું કેટલો અગત્યનો છે પરિવાર..!

હું ક્યારેય નહિં ભૂલું આપણા ઘરની એકેય સવાર,
યાદ છે મને કે શાળાએ જવા માટે ઊઠાડતા પપ્પા વારંવાર..

હરવાનું,ફરવાનું ને બારે ખાવાનું કેવા મજાના હતા એ રવિવાર,
સોમવારથી ફરી શરૂ થઈ જતા ભાઈ-બહેનના મીઠા તકરાર..

હવેલીને નાનકડી શેરી ને થતા તેમા કૃષ્ણના શૃંગાર,
નવા કપડા ને ચમકદાર ઓરડા એ હતા દિવાળીના તહેવાર..

શાળા ને કૉલેજના દરેક વિચાર માટે તમે આપ્યો અમને સહકાર,
પ્રેમ,પૈસો ને પતનમાં ત્રણેયમાં બન્યા અમારા સલાહકાર..

આપવું શું તમને? બધુ ઓછું પડે..લાગ્યુ ઠલવું મારા વિચાર,
આવ્યા આંખમાં આંસુ..ને શબ્દો સાથે કર્યા લાગણીના કરાર..

ભલે જઈ રહ્યો છું વિદેશ પણ બોલાવીશ તમને ફરી-ફરી વાર,
મમ્મી આવશે તારી યાદ હો.. ને નહિં ભૂલું આપણાં સંસ્કાર..

ખરેખર,
મને આજે સમજાણું કેટલો અગત્યનો છે પરિવાર..!

Friday, 11 December 2015

મને માણસોની જરૂર લાગે છે..!

એકલતાની આડમાં આવી ગયેલો હું,
મને અવાજની આહટ પણ આકર્ષક લાગે છે..

સુખની ઓટ આવતા આંસુથી છલકાયેલો હું,
દર્દ સાંભળી ને દિવાલને પણ ભેજ લાગે છે..

પોતાની સાથે પણ કેટલી વાતો કરું અરીસાની સામે,
જીવન હું ને મરણ મારું પ્રતિબિંબ લાગે છે..

અસમંજસમાં પડતા રુંધાય ગયો છુ હું,
કે શ્વાસ પણ મને એક અહેસાસ લાગે છે..

જિંદગીના સપના પૂરા કર્યા નિડર બનીને,
આજે મારી પાસે બધું છે છતા ડર લાગે છે..

ખબર નહિં કેમ મને માણસોની જરૂર લાગે છે..!

Saturday, 5 December 2015

મુલાકાત વગર જ મિત્ર બની ગયા..!

યાદ તમારી એવી આવી ક જાણે પાણી અશ્રુ બની ગયા,
જીવન એક મરજિયાત લાગ્યુ ને તમે ફરજિયાત બની ગયા..

મળવાની એવી તડપ કે તમારા દર્શન એજ અમારો ખોરાક,
ઓક્સિજન મળે કે નો મળે તમે હ્રદયની જરૂરિયાત બની ગયા..

દર્દ તો આપ્યો શ્વાસે શ્વાસે ને હમદર્દ બની આપ્યો વિશ્વાસ,
વન જેવા સફરની શરૂઆત કરી ને તમે જીવનના હમસફર બની ગયા..

જીવનને મરણના બધા હિસાબ સોંપી દિધા આપને,
લોકોને તમારામાં રસ જાગ્યો ને તમે અમારી તરસ બની ગયા..

કેટલાક નો સહકાર,કેટલાક ના સલાહકાર ને અર્જુનના સારથિ,
હે કૃષ્ણ! તમે ભગવાન નહિં પણ મિત્ર બની અમારી જિંદગી બની ગયા..

Tuesday, 1 December 2015

ઈશ્વર અપરંપાર છે એ ખબર પડી ગઈ..!

વિચારમાં હું  પડેલોને નજર સામે કોઈ આવેલુ,
જોયું, તો સમય હતો ને તેની સાથે યાદ આવી ગઈ..

ખબર નહિં ઈશ્વરની કૃપા નહોતી કે અમારા ભાગ્ય,
સંતાન નહોતા થયા ને તકલીફ આવી ગઈ..

વરસો પછી એક અઠવાડીએ બે પ્રસંગ આવ્યા,
લગન ને સાથે મિઠાઈની ને  એની ખુશ્બુ  આવી ગઈ..

બીજો અવસર કન્યાદાનનો ને દીકરી અનાથાશ્રમની,
બે દિવસ સાથે રહ્યા ને વિદાઈ આવી ગઈ..

લાગણી હતી છતા સહન કરી આ વસમી વેડા ને,
ઈશ્વરની કરામત ને હેસીયત સામે આવી ગઈ..

મારી દીકરીમાં આ કેમ હું સહન કરત ખબર નહિં,
આટલું વિચારતા જ દશરથની સ્થિતિ યાદ આવી ગઈ..
Tuesday, 24 November 2015

વિચાર પણ અર્થ બની ગયો..!

પ્રાણીઓની સભામાં પી.એચ.ડી. ની ચર્ચા થઈ,
શિક્ષણ ધંધો બની ગયો..

ફેસબુક ને વોટ્સએપમાં ચેટ શરૂ થઈ,
પ્રેમ વહેમ બની ગયો..

ભગવાનના નામે મંદિરો રૂપી મહેલ બનાવ્યા,
ધરમ ધતિંગ બની ગયો..

પ્રદૂષણથી વરસાદ ઘટ્યોને વાતાવરણ બગડ્યું,
વૃક્ષ વરુ થઈ ગયો..

પૈસા ટકે સુખી ને ગુસ્સામાં આત્તુર એવો,
માણસ જનાવર થઈ ગયો..

દર્દનો દેકારો ને ગરીબીની ગરિમા વચ્ચે,
આંસુ મોંઘો થઈ ગયો..

મુશ્કેલી, મોંઘવારી ને વિખુટા પરિવાર,
આની વચ્ચે ઘર એક વિચાર બની ગયો..!

વિચારો હતા અનેક ને લખ્યો એક,
જોતા જોતા વિચાર પણ અર્થ બની ગયો..!

Saturday, 21 November 2015

શા માટે નારી જ હંમેશા નમે..?

અવતાર મારો છોકરીનો ને હું ખરીદીમાં ગયેલી,
મેં તો સામું પણ નહોતું જોયું છતા હું પીડાનો ભોગ બનેલી..

અપશોશ એનો નથી કે હરણ થયું મારુ,
લોકો સામે હતા છતાં કોઇએ ના બચાવેલી..

ઘટના પછી લોકોએ વિરોધ કરી આશ્વાસન આપ્યું,
ગુનેગારો પકડાયા ને છુટી ગયા ને મેં ચારિત્ર્ય્તા ગુમાવેલી..

વિનંતી કરુ છુ આપને લાવજો સ્વતંત્રતા વિચારોમાં,
નહીં તો રહેશે દિકરીઓ આપણી આમાં જ સપડાયેલી..

અને આ બધા પછી છેલ્લે..

ભણવું હતુ મારે ને પપ્પાએ પૈસા નથી એમ કહ્યું,
ને સમાજ માટે તેટલા જ રૂપિયામાં મને સાસરે વળાવેલી..

અવતાર મારો છોકરીનો ને હું ખરીદીમાં ગયેલી,
મેં તો સામું પણ નહોતું જોયું છતા હું પીડાનો ભોગ બનેલી..

Tuesday, 17 November 2015

ખ્વાબમાં ખરી પડેલો ખ્યાલ..!


કરીને કામ આખા દિવસનું આડી પડી હતી,
આંખ બંધ થતા ચમક સામે ચડી હતી..

ખ્યાલ આવ્યો ખ્વાબમાં ને મને કોઈ દેખાણું,
જોયુ તો એની નજર પણ મારા સામે જ હતી..

રડવું જોઈ એનું  હૈયુ મારુ છલકાતું હતુ,
સંબંધ ખબર નહિં પણ લાગણી બંધાતી હતી..

ચહેરો જોયો, છતા ખબર ના પડી કે કોણ હતુ એ..?
સંબંધની સાથે એ વાત પણ રહસ્યમય હતી..

થયું અજવાળું ને ઊઘડી ગઈ આંખ,પછી ખબર પડી કે,
હું ખ્વાબમાં મારા જ ગર્ભના બાળકનું સર્જન કરતી હતી ..

Saturday, 14 November 2015

એકલતાનો ભય મને અડકી ગયો..!

અજવાળું અદ્રશ્ય થયુ ને હું પ્રકાશની રાહમાં બેસી ગયો,
બસ, એટલામાં મને એકલતાનો ભય અડકી ગયો..

ભયભીત થયેલો હું આરાધના કરતો હતો ઈશ્વરની,
ઊપર જોયુ તો આકાશનો રંગ પણ બદલી ગયો..

એકલતાના અવાજથી એવો અસમંજસમાં મુકાયો,
કે જાત સાથેનો મારો સંપર્ક તૂટી ગયો..

અંધારાની સાથે અમાસની આહટ એવી થઈ કે,
ભવિષ્યની આશ નો વિચાર પણ ડરી ગયો..

છતા અડીખમ ઊભો રહ્યો હું આ આંધીની સામે,
ને છેવટે ખોવાયેલો હું સવારે મારા પ્રવાસીઓ ને મળી ગયો..!

Tuesday, 10 November 2015

દિવાળી ઘેર-ઘેર છે..

હરખની આ હેલી ને ફટાકડાનો અવાજ,
બાળકોનો કલબલાટ કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

છે સાટાની સગવડ ને મળે સુખનું બોનસ,
લક્ષ્મીજીના પગલાં કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

પકવાનોની મહેફીલ ને માતાજીના નિવેદ,
પરંપરાનું પાલન કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

કલરે-કલરનાં કપડા ને રંગબેરંગી આંગણાં,
રંગોલીના રામ કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

અમાસનું અંધારું ને દિવડાઓની રોશની,
રસ્તા પરની રોનક કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

સમય ને સંજોગ હોય ને એમાં શબ્દોનો સમાવેશ,
તો શબ્દની સફર પણ કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

Wednesday, 4 November 2015

આજે ખબર પડી સાચું પરમ..!

ખબર નહિં સમયના કેટલા બાકી હશે જખમ,
હવે આંસુ સિવાય નથી બીજા એકેય મરહમ..

પૈસા એ પાયમાલ કર્યા..ત્યારે ખબર પડી,
હવે લાગણી સિવાય બીજી એકેય નથી ફોરમ..

નમી નમી દંડવત કર્યા છતા અસર ન થતા લાગ્યું,  
હવે કોશિશ સિવાય નથી બીજા એકેય કરમ..

ભાગ્યને ભરોસે ભાગતા-ભાગતા ભાડી ગયા ભ્રમ,
ખબર પડી કે લોકોને નહિં પચતો પૈસા વગર ધરમ..

અસત્યને આશરે ઊભા હતા અડીખમ નિર્ભયતાથી,
છતા થઈ જતા ખબર પડી કે સત્યને નથી શરમ..

ખબર નહિં સમયના કેટલા બાકી હશે જખમ,
હવે આંસુ સિવાય નથી બીજા એકેય મરહમ..

Friday, 30 October 2015

કેટલાક તથ્યો મને પણ કબૂલ હતા..

પરિસ્થિતિથી પરતંત્ર થવા ગયેલો,
પરંતુ પરંપરા ના ઉસૂલ અલગ હતા..

સચ્ચાઈને સાબિત કરવા ગયેલો,
પરંતુ સત્યના મૂલ અલગ હતા..

મુશ્કેલીથી પર.. મંઝિલ મેળવવા ગયેલો,
પરંતુ માર્ગના મહેસૂલ અલગ હતા..

કર્મ સાથે કરાર કરવા ગયેલો, 
પરંતુ કોશિશના કર અલગ હતા..

ભગવાન સાથે ભવિષ્ય નક્કી કર્યુ,
પરંતુ મારા ભાગ્ય જ અલગ હતા..

વિશેષતાની સાથે લોકોમાં વિવિધતા હતી,
પરંતુ વિચારો મારા અલગ હતા..

Tuesday, 27 October 2015

રસ્તા પર ચાલતા ચાલતા છોકરી છે જડી..!

રસ્તા પર ચાલતા ચાલતા છોકરી છે જડી,
કરીને આંખ બંધ જોવે છે શું વળી..

ગયો નિકટ હું તપાસ્યુ મેં બે ઘડી,
લાગ્યુ ખ્વાબમાં હમણાં જ કોક ને મળી..

હાથમાં તેની પાસે હતી કોઇ નાની છડી,
લાગ છે જોડવા રાખી હશે કોઇ દિલની કડી..

ચમક જોઈ ચહેરાની આંખ મારી ઢળી,
મને તો જાણે પીધા વગર જ જામ ચડી..

નશામાં ધૂત હું જેવો દૂર ગયો,
મળ્યો મને ચિત્રકાર જેણે આ મૂર્તિ ઘડી..

રસ્તા પર ચાલતા ચાલતા છોકરી છે જડી,
કરીને આંખ બંધ જોવે છે શું વળી..

Saturday, 24 October 2015

જતા જતા તે આટલું કહી ગયો..!

જતા જતા તે આટલું કહી ગયો..!

દર્દમાં ડૂબ્યો ને મળ્યો ડોક્ટરને,
રહી ને હોસ્પિટલમાં ઝખમ વધારતો ગયો..

કિસ્મતની કરામત કહો કે કરમની કઠણાઈ,
કુંડળીને ભરોસે ભરોસે કરમાતો રહ્યો..

લોકો ખબર કાઢવા આવવા લાગ્યાને,
સાજા થવાના ખ્વાબનો ખરચ વધતો ગયો..

કહે તે,પોસાતી નથી મને આ પીડા,
પ્રભુ સુધી પહોંચ નથી એટલે જ તો પીડતો રહ્યો..

દવા કે દુઆની અસર નહોતી કારણ,
હવે દેહ છોડવાનો દિવસ આવી ગયો..

દર્દમાં ડૂબ્યો ને મળ્યો ડોક્ટરને..
રઈ ને હોસ્પિટલમાં ઝખમ વધારતો ગયો..

બસ, તે જતા જતા આટલુ  કહી ગયો..

Wednesday, 21 October 2015

મારે આ લોક નહિં લોકોને ફેરવવા છે..!

નથી ફેરવવી દુનિયા મારે
મારે વિચારોને ફેરવવા છે..!
આકાર બધાના હોય એકસરખા
આવતા વિકારોને ફેરવવા છે..!

નથી ફેરવવો સમાજ મારે
મારે સમજણને ફેરવવી છે..!
પરંપરા હોય બધાની એકસરખી
પાડનારી પ્રજાને ફેરવવી છે..!

નથી ફેરવવા ભગવાન મારે
મારે થતી ભક્તિને ફેરવવી છે..!
કૃપા બધા પર હોય એકસરખી એમની
કરાતા કર્મોને ફેરવવા છે..!

નથી ફેરવવું જીવન મારે
મારે જરૂરિયાતને ફેરવવી છે..!
મંઝિલ બધાની છેવટે એકસરખી
બસ,મેળવવાનો માર્ગ ફેરવવો છે..!

એટલે જ,મારે આ લોક નહિં લોકોને ફેરવવા છે..!


Monday, 19 October 2015

લખવું હતુ ઘણું પણ લખી ના શક્યો..!

નિષ્ફળતામાં નિરાશ એટલો થયો કે ,
સફળતાને સમજીના શક્યો..!

સરખામણી સાથે સફર કરી,
સાલો, જાત સાથે જ ભૂલો પડી ગયો..

મોટા થવામાં શરાબ સાથે સંધાય ગયા,
ને સંબધો આમ નામ ચિરાય ગયા..

શંકાને તો જીવનનું દર્પણ બનાવ્યું મેં,
બસ, આત્મવિશ્વાસ તૂટી ગયો..

અધૂરાઈની તો એવી આદત લાગી કે,
આવેલી આવડતો ને પણ ઓસરી ગયો..

મૃત્યુથી નિડર થવા નિકડેલો હું,
જીવતા જીવતા પણ ડરવા લાગ્યો..

નિષ્ફળતામાં નિરાશ એટલો થયો કે ,
સફળતાને સમજીના શક્યો..!

Thursday, 15 October 2015

સરળ હતું એ દેખાવમાં પણ સમજવામાં અઘરું હતુ..!

સરળ હતું એ દેખાવમાં પણ સમજવામાં અઘરું હતુ..

ઊંડો ઊતર્યોને ને થયું કાંઈક ખોટું થયું,
પણ મારુ તેના પ્રત્યેનું આકર્ષણ જબરું હતુ..

મૂકી દેવું હતુ બધું ને પહોંચવું તુ બીજે,
પણ મધદરિયેથી કિનારે પહોંચવું કપરું હતુ..

બસ, આગળ ચાલ્યો કશું વિચાર્યા વગર,
આમ જોઈએ તો ભવિષ્ય સાવ કોરું હતુ..

નજીક આવી મંઝિલ ને ખુશ થયો હું,
દૂરથી જોતા જ એ કાંઈક ગજબનું હતુ..

આવ્યા કિરણ સૂરજના ને ફેલાયો પ્રકાશ..
નિંદરની સાથે સપનું પણ કેવું સૂનેહરું હતુ..!

સરળ હતું એ દેખાવમાં પણ સમજવામાં અઘરું હતુ..

Monday, 12 October 2015

પવનમાં પરોવાયેલો પ્રકાશ..!

પવનમાં પરોવાયેલો પ્રકાશ..!

ધારણાંની ધુમ્મસમાં ધોવાયેલો..
ઝાકળ રૂપી ઝરુખામાં ઝરેલો..

મીઠા ટહુકાથી ટમટમાયેલો..
ને સવારના શૈશવમાં સેવાયેલો..

ફોરમ ભર્યા ફળીયામાં ફેલાયેલો..
ને બંધ બારણામાં બંધાયેલો..

ગુસ્સાની ગરમીમાં ગાઢ ગરમાયેલો..
થરથરતી થંડીમાં થીજેલો..

ત્રાટકતા તડકાથી ટેવાયેલો..
ને છલકાતા છાયામાં છવાયેલો..

લસરતી લેહરોમાં લેવાયેલો..
ને તરાપમાં ટવાયેલો..

હળવા હરખમાં હરખાયેલો..
ઘોર ઘમંડમાં ઘવાયેલો..

કાળજાળ કકડાટમાં કંડારાયેલો..
સરોવરની શાંતિમાં સપડાયેલો..

જડ એવી જમીનમાં જકડાયેલો..
ને વરસતા વરસાદમાં વેરાયેલો..

ક્ષિણ ક્ષિતિજમાં ક્ષેવાયેલો..
ને દ્રઢ દર્પણમાં દોરાયેલો..

ચરણ સ્પર્શમાં ચીરાયેલો..
ને જ્ઞાનમાં ગવાયેલો..

એવો કુદરતનો આ પરોવાયેલો પ્રકાશ..!

Wednesday, 7 October 2015

આ તે સાલો કેવો ડર કે થઈ ગયો અમર..!

આ તે સાલો કેવો ડર કે થઈ ગયો અમર..!
ગયો હતો મુંબઈ ફરવા ને મળ્યો મને સમંદર..

ઇચ્છા નો હતી પણ લઈ ગયો સિકંદર..
કિનારે પાણી ન જોઇને ચાલ્યો વધુ થોડું અંદર..

આવી અચાનક ભરતીને યાદ આવી પેઢી પંદર..
ખબર નો હતી ક્યાં આવ્યુ નજીકમાં બંદર..

તુફાનથી તરતા શીખ્યોને યાદ કર્યા પૈગમ્બર..
ભલે મુશ્કેલી ને કરી ગયો સર..

પણ પાણીનો ડર થઈ ગયો ઘર..
આ તે સાલો કેવો ડર થઈ ગયો અમર..!


Monday, 5 October 2015

વિચારના વાવઠાનો વિશાળ ચહેરો..!

વિચારના વાવઠાનો વિશાળ ચહેરો..!

આનંદ એનો અદમ્ય હતો ને ,
ઉત્સાહ એનો અનેરો..

મુખ પર એનું સ્મિત જોઈને આપણા,
હરખમાં થાય ઉમેરો..

ચાલ એની ચપળ હતીને દેહના,
ચળકાટથી થયો છકેલો..

મોતી જેવી આંખની પારદર્શકતાથી,
હું પણ અંજાયો..

લલાટ પરની તેજસ્વિતા જોઈને,
હું સહેજ ભળકાયો..

એ કાળા ભમ્મર વાળના રંગમાં ,
હું પણ રંગાયો..

નજરથી નજર મેળવીને ખબર નહિં,
હું પણ શરમાયો..

રૂપના આ સૌંદર્યથી તેની પસંદગીમાં,
હું પણ હરખાયો..

ખરેખર,
આનંદ એનો અદમ્ય હતો ને ઉત્સાહ એનો અનેરો..

Friday, 2 October 2015

ચાલો કરીએ એક વાત શેર..

ચાલો કરીએ એક વાત શેર..
આ યુગમાં વધતી ગઈ લોકોની કેર..

સાચા અર્થમાં જીવે છે કોક રેર..
બીજાથી ઊપર ચડવા લ્યે પોતાની સાથે વેર..

પૈસા માટે સગાઓ ને પણ આપી દે ઝેર..
ભલેને પોતાને આવે બિમારી તેર..

કરવી છે જીવનમાં બધા ને લેર પણ..
તેના માટે નો કરાય બીજાના સુખની હેર-ફેર..

બાપુ પણ કહે છે જો થતું હોય ભલું શહેર..
તો પી લઈએ અહિંસાનું ઝેર..

ન કરવી જોઈએ આપણે દેર..
સૌ ભેગા મળીને કરીએ આ વાતને શેર..!

ચાલો કરીએ એક વાત શેર..

Tuesday, 29 September 2015

પ્રયત્ન ને પરિણામ વચ્ચેનું આ કેવું આશ્ચર્ય..!પ્રયત્ન ને પરિણામ વચ્ચેનું આ કેવું આશ્ચર્ય..!

જન્મ્યો ત્યારથી નક્કી હતું મૃત્યુ
તેનાથી બચવા કેટલા કર્યા કૃત્ય..!

ભયનુ પણ છે આમાં તાત્પર્ય,
એટલે જ ઊપરવાળો કરાવે નૃત્ય..!

સુધારવુ છે બધાને પોતાનુ દામ્પ્ત્ય,
પણ છે શું પોતા પાસે આગવું ચારિત્ર્ય..?

કહે લોક, નથી ઊઘડતું ભાગ્ય,
પણ પ્રયત્ન વગર મળે વૈરાગ્ય..?

છે બધાને ઘમંડ ને ગણે પોતાને કૌશલ્ય,
ક્યારેય આપ્યો છે પ્રભુ ને વાત્સલ્ય..?

સાલુ,
પ્રયત્ન ને પરિણામ વચ્ચેનું આ કેવું આશ્ચર્ય..!

Friday, 25 September 2015

વર્ષાઋતુ નો વિશિષ્ટ વિચાર..

વર્ષાઋતુ નો વિશિષ્ટ વિચાર..

માણસોએ સુખ ને દુઃખના કર્યા કરાર..

બસ,તે'દિ થી થયા છે લોકો પણ ગવાર..

અશાંતિથી થઈ ગયા છે મન ચિક્કાર..

ઘટે છે બસ શાંતિ નો છમકાર..

જોવે છે રાહ ક્યારે આવે સુખનો ઝણકાર..

જો ન આવે,તો માગે છે સુખનો ચમત્કાર..

અને જો મળી જાય તો તેની જ સામે અહંકાર..

ને થય જાય પછી જીવનમાં હાહાકાર..

માફી માગે ઉપરવાળા પાસે અનરાધાર..

અને કહે બધા ને કે થઈ ગયા નિરાધાર..

ને કરે ફરિયાદ ભગવાન ને કે આજ તારો વિચાર..?

શું કહેવું મારે આ લોકોને કે કૃપા એની અપરંપાર..

પરવા છે એને માટે તો કહેવાય પરવરદિગાર..!

પૂજનને પણ નથી ખબર કોણે આપ્યો

આ વર્ષાઋતુ નો વિશિષ્ટ વિચાર..!

Wednesday, 23 September 2015

બસ, તારામાં મારો સાથ..!

બસ, તારામાં મારો સાથ..!

તારા શ્વાસમા મારો વિશ્વાસ..
તારી પળમાં મારી યાદ..

તારી સ્વતંત્રતામાં મારી આઝાદી..
ને તારી પૂનમમાં મારો ચાંદ..

તારા દર્દમાં મારો ઝખમ..
ને તારા વિરહમાં મારો આક્રંદ..

તારા ભગવાનમાં મારી ભક્તિ..
તારા દર્શનમાં મારી દુઆ..

ને તારા પરમમાં મારો પ્રેમ..
તારી શ્રધ્ધામાં મારો સહકાર..

તારી સૃષ્ટિને મારી દ્રષ્ટિ..
તારા વિચારને મારો આકાર..

તારી આશામાં મારો અવાજ..
તારી ઝંખનાને મારો ઝણકાર..

તારા સુખમાં મારી સુગંધ..
તારી ભૂખમાં મારો ખોરાક..

બસ, તારામાં મારો સાથ..!

Monday, 21 September 2015

હું ખુશ છુ છતા મને નથી ખબર..

કરોડો લોકોની વચ્ચે પોતાને દુઃખી માનનારા જ સૌથી સુખી હોય છે..
હું ખુશ છુ છતા મને નથી ખબર..

એકલતાની તો આ કેવી અસર,
વળી જ્યાં જ્યાં ફરે છે મારી નજર..
બધે આવી રહ્યો વરસાદ ઝરમર..

ગરીબો કરી રહ્યા છે પૈસાની કસર..
ને અમીરો ફેરવી રહ્યા છે ખચ્ચર..
એને કહો કોક કોઇ નથી અમર..
ને જાણે બધુ જ આ કાળીયા ઠાકર..

જરૂર છે જીવનમાં છાંટવાની અત્તર..
પડી રહ્યું છે લોકોના જીવનમાં પંચર..
વિદ્યાર્થીને પણ છે પરીક્ષાના પેપર..
તો યુવાનને નડે છે બેરોજગારીના ફેક્ટર..

ખેડૂતો મહેનત કરવી ચલાવે ટ્રેકટર..
સાહેબો જમીન લ્યે છે હેક્ટર તો..
મધ્યમ વર્ગનું સપનું જમીન એક એકર..
ને ગરીબ શોધે કાપડ બે મીટર..

હું ખુશ છુ છતા મને નથી ખબર..

Saturday, 19 September 2015

બસ,આવે છે તારી યાદ..


અચાનક છૂટા પડેલા સંબંધોથી રહી જાય છે માત્ર યાદો..


અરે! તે તો કરી દીધા રે બરબાદ..
બસ,આવે છે તારી યાદ..

બોલાવે છે કોક ને લાગે છે તારો સાદ..
સાંભળું છુ એમને તો લાગે તારો નાદ..

દેવો પડે તારા અહમ ને પણ દાદ..
તે તો મને પણ કરી નાખ્યો નાબાદ..

ભૂલ હતી મારી પણ નહીં કર એને બાદ..?
ઉમેરી દઈશ હર્ષ ને કરી દઈશ આબાદ..

મન હોય તો કરજે વિચાર એકાદ ને
આપજે જવાબ ઊગી જાય એ પહેલા ચાંદ..

નહોતી ધારી તારી આવશે આટલી બધી ફરીયાદ..
મન પણ કહે છે શું કરુ તને ફરી યાદ..?

બસ,આવે છે તારી યાદ..
Friday, 18 September 2015

ખોવાઇ ગઈ છે એ ને થઈ રહ્યો છે ગભરાટ..


સમયના ભાગમાં થઈ ગયો લોકોનો મગજ સપાટ..કેમકે,

ખોવાઇ ગઈ છે એ ને થઈ રહ્યો છે ગભરાટ...!

હ્રદય એનું થઈ રહ્યું છે થનગનાટ..
પૂછી પૂછીને બોલાવી દીધી છે હચમચાટ..!

છે તે તોફાની..!? ને કરશે ત્યાં ધલવલાટ..
કહે છે કે પૂછે છે લોકો ને પણ વચવચાટ..!

લોકો કહે છે નો કરશો આટલો હળબળાટ..
પોલીસ સાથે આપણે પણ શોધીશું ચોરનો વસવાટ..!

ગભરાશો નહીં,છે એની પાસે તેજ ધર્યુ લલાટ..
તે પણ મચાવી દેશે ત્યાં ખળભળાટ..!

વળી ભેગા થઈ હસીશું સાંજે ખળખળાટ..
ગુંજશે મકાનમાં ફરી એના કલબલાટ..!

ખોવાઇ ગઈ છે એ ને થઈ રહ્યો છે ગભરાટ...!

Thursday, 17 September 2015

હે પ્રભુ તને મારી એક જ અરજ..!

બસ કરે છે લોકો આજ રીતે અરજ..કોક ઈશ્વર ને તો કોઈ અલ્લા ને કોઇ જીસસ ને તો કોઇ ગુરુ ગોવિંદ ને..!
હે પ્રભુ તને મારી એક જ અરજ..!

છે મારી પાસે મનુષ્ય દેહ નો તારો કરજ..!

અમને છે માત્ર હર્ષ ને આનંદ ની ગરજ..!

શું આપી આ પૂરી કરીશ તારી ફરજ..!

દુનિયા ને પાવન કરવા ફેલાવ તારી પગરજ..!

ભલે લોકો ને પણ થઈ જાય અચરજ..!

હે પ્રભુ તને મારી એક જ અરજ..!

જીંદગી એક અનોખી મુસાફરી..

જીંદગી એક અનોખી મુસાફરી..

ક્યારેક શોખ થી શોખીન તો ..
વળી ક્યારેક કંટાળા થી કોરી..

હોય ક્યારેક ભગવાનની ભક્તિ..
તો છે બદ્-દુઆની પણ બિમારી..

મળે ક્યારેક અહીં સુખ થી સંતોષ..
 તો દુઃખ પણ આવી પડે દરરોજ..

થવુ છે મોટું ને કરવી છે મોટાઈ..
 ભલે ને પછી પોતે જ દટાઈ..

છે અહીં ખાવા વાળા હરામ નું..
 તો ઘણા કામ કરે ગૌરવ નું..

છે અહીં ફરવા ની પણ મજા..
 પૈસા હોય તો ન મળે સજા..

પળો થી બની જાય છે યાદગાર..
 ને પળો જ કરી દયે છે બરાબાદ..

જીંદગી એક અનોખી મુસાફરી..

Wednesday, 16 September 2015

તે હતી તો ઘર માં રોનક હતી ..

તે હતી તો ઘર માં રોનક હતી ..

પપ્પા ની પ્યારી ને મમ્મી ની દુલારી..
મારી બહેન હતી ને ઘરની લક્ષ્મી..

તે પ્રસંગમાં હરખાતી ને ઝઘડામાં સમજાવતી..
તો વળી રોજ સાંજે નવા કપડામાં મલકાતી..

સ્વભાવે ચપળ હતી ને ભણવામાં કુશળ..
ખોટા ને સાચું કહેવામાં જરા પણ નો અચકાતી..

કપડા ની એ શોખીન હતી ને ચપ્પલની તો એ રાણી..
પપ્પા પાસેથી કામ કઢાવવામાં એટલી જ શાણી..

ઉંમર ની આવે વાત તો બહુ જ શરમાતી..
પણ કરી લ્યો રૂપની વાત તો ભરપૂર છલકાતી..

ચાલી ગઈ સાસરે અમને બધા ને રડાવતી..
ત્યાં પણ વટ થી એ એનુ જ રાજ ચલાવતી..

તે હતી તો ઘર માં રોનક હતી ..

Tuesday, 15 September 2015

હે ભગવાન..

ન માનું તો તુ મૂર્તિમાં પણ નથી 
ને માનું તો કણ-કણ માં છે
હે ભગવાન..

કૃતજ્ઞ છુ તારો કે તે મને મનુષ્ય કર્યો..
શું કહું માત-પિતા ને કે જેમને મને ઉગાર્યો..

બસ! તુ જ છે એક જેને મુશ્કેલી માંથી ઉગાર્યો..
જ્યાં પાછો પડ્યો કે ત્યાં નસીબે ઉપડ્યો..
પડ્યો બેઠો થયો..પડ્યો ને ફરી પડ્યો ને પડ્યો..
પણ આ વખતે જીતી આવ્યો જંગ.. ને આવ્યો..

શું કહું માત-પિતા ને કે જેમને મને ઉગાર્યો..

જીંદગી ના કેટલાકક માધ્યમો એ મને માર્યો..
પણ તારી કૃપા એ અને દુઆ એ મને બચાવ્યો..
ક્યારેક આરોપોએ તો ક્યારેક મહેનતે નીચો દેખાડ્યો..
પણ તારા ફેંસલા અને ખુમારી એ નિર્દોષ ઠેરાવ્યો..

શું કહું માત-પિતા ને કે જેમને મને ઉગાર્યો..

વધતી જતી મોંઘવારીએ તો મને પાયમાલ કર્યો..
પણ આ ભાવવિભોર કુટુંમ્બે મને ન્યાલ કર્યો..

શું કહું માત-પિતા ને કે જેમને મને ઉગાર્યો..

છુ એક સમંદરમાં બસ કિનારે પહોંચવુ છે..

છુ એક સમંદરમાં બસ કિનારે પહોંચવુ છે..

તરતા આવડતુ નથી ને ઊછળતા પહોંચવુ છે
રેતી માં આળોટી ને બાળક સાથે રમવુ છે..

પત્‍નીને ચૂમીને મારે ઘર ને પામવુ છે
ઈશ્વરને નમીને ખુદાને મળવુ છે..

ને ઈશ્વર એ જ અલ્‍લા એમ લોકો ને કહેવુ છે
મન તો છે મજબૂત એટલે ઝઝુમવુ છે..

મારા થી કોઇ બચ્યું છે ખરા! 
એમ પાણી નુ પણ કહેવુ છે..

છુ એક સમંદરમાં બસ કિનારે પહોંચવુ છે..

Monday, 14 September 2015

જીવન એક હાલક ડોલક જહાજ

 જીવન એક હાલક ડોલક જહાજ

અહીં છે ઈજનેરી નો રિવાજ..
દરેક ડૉક્ટરો પાસે છે ઈલાજ..
છે અહીં મોટા લોકોનો અવાજ..
ધર્મ એ જ અહીંનુ રાજ..

જીવન એક હાલક ડોલક જહાજ..!

ઇર્શ્યા ભરી નજર છે બાજ..
અસંતોષ કરે છે મનમાં વિરાજ..
પૈસા વાળાની જ છે માત્ર ગાજ..
ને ઘણા પાસે નથી એની છાજ..

જીવન એક હાલક ડોલક જહાજ..!

લોકો પેરાવે ખોટા ને પણ તાજ..
તો વળી સાચા પર રાખે દાજ..
છે બધાને દિકરી પર નાજ..
તોય કેમ કઢાવે લાજ..?

જીવન એક હાલક ડોલક જહાજ

રોજ કરુ છુ શબ્‍દ ની ખોજ...

રોજ કરુ છુ શબ્‍દ ની ખોજ...

અઢળક વિચારો આવે છે મને રોજ..
લોકો કરે છે માત્ર સફળતા ની ખોજ..
પેલો બાળક કહે આપણે તો મામા ની મોજ..
અંધેરી નગરિ મા રખડે છે રાજા ભોજ..

માણસો ને વળી જિંદગી નો બોજ..
ભગવાન પણ આપે છે ક્યારેક ડોજ..
બધા ને ઉભી કરવી છે એની ફોજ..
પણ નમવુ તો પડે કુદરત સામે રોજ..
બસ કરુ છુ શબ્‍દ ની ખોજ..