Saturday, 14 November 2015

એકલતાનો ભય મને અડકી ગયો..!

અજવાળું અદ્રશ્ય થયુ ને હું પ્રકાશની રાહમાં બેસી ગયો,
બસ, એટલામાં મને એકલતાનો ભય અડકી ગયો..

ભયભીત થયેલો હું આરાધના કરતો હતો ઈશ્વરની,
ઊપર જોયુ તો આકાશનો રંગ પણ બદલી ગયો..

એકલતાના અવાજથી એવો અસમંજસમાં મુકાયો,
કે જાત સાથેનો મારો સંપર્ક તૂટી ગયો..

અંધારાની સાથે અમાસની આહટ એવી થઈ કે,
ભવિષ્યની આશ નો વિચાર પણ ડરી ગયો..

છતા અડીખમ ઊભો રહ્યો હું આ આંધીની સામે,
ને છેવટે ખોવાયેલો હું સવારે મારા પ્રવાસીઓ ને મળી ગયો..!

No comments:

Post a Comment