Saturday, 19 December 2015

પ્રેમ પાગલ હોય છે..!

ઝઘડા ને મુશ્કેલી તો બધા આપે માત્ર પ્રેમ નહિં,
ભલેને તકરારો થાય તો ય વ્હાલો હોય છે..

વખત આવતા તેઓ ગયા સરહદ પર ગયા..હતા જો લશ્કરમાં,
આ વર્ષોમાં પ્રેમ માટે ખત માત્ર સહારો હોય છે..
નવરાશની પળોમાં ચાલી ગઈ હું વિતેલા કાળમાં,
પ્રેમ થયો તે દિવસ કેવો મજાનો હોય છે..
અઢળક છબીઓ ને યાદગીરી છે અમારી તેમના પાસે,
માટે જ તે હંમેશા અમારા હ્રદયમાં હોય છે..
એક સાંજે તેમની શહીદીના સમાચાર મળ્યા ત્યારે લાગ્યુ,
પાગલ દિકરો પણ માં નો આશરો હોય છે..

હા, મારો દિકરો પ્રેમ પાગલ હોય છે..!

Monday, 14 December 2015

મને આજે સમજાણું કેટલો અગત્યનો છે પરિવાર..!

હું ક્યારેય નહિં ભૂલું આપણા ઘરની એકેય સવાર,
યાદ છે મને કે શાળાએ જવા માટે ઊઠાડતા પપ્પા વારંવાર..

હરવાનું,ફરવાનું ને બારે ખાવાનું કેવા મજાના હતા એ રવિવાર,
સોમવારથી ફરી શરૂ થઈ જતા ભાઈ-બહેનના મીઠા તકરાર..

હવેલીને નાનકડી શેરી ને થતા તેમા કૃષ્ણના શૃંગાર,
નવા કપડા ને ચમકદાર ઓરડા એ હતા દિવાળીના તહેવાર..

શાળા ને કૉલેજના દરેક વિચાર માટે તમે આપ્યો અમને સહકાર,
પ્રેમ,પૈસો ને પતનમાં ત્રણેયમાં બન્યા અમારા સલાહકાર..

આપવું શું તમને? બધુ ઓછું પડે..લાગ્યુ ઠલવું મારા વિચાર,
આવ્યા આંખમાં આંસુ..ને શબ્દો સાથે કર્યા લાગણીના કરાર..

ભલે જઈ રહ્યો છું વિદેશ પણ બોલાવીશ તમને ફરી-ફરી વાર,
મમ્મી આવશે તારી યાદ હો.. ને નહિં ભૂલું આપણાં સંસ્કાર..

ખરેખર,
મને આજે સમજાણું કેટલો અગત્યનો છે પરિવાર..!

Friday, 11 December 2015

મને માણસોની જરૂર લાગે છે..!

એકલતાની આડમાં આવી ગયેલો હું,
મને અવાજની આહટ પણ આકર્ષક લાગે છે..

સુખની ઓટ આવતા આંસુથી છલકાયેલો હું,
દર્દ સાંભળી ને દિવાલને પણ ભેજ લાગે છે..

પોતાની સાથે પણ કેટલી વાતો કરું અરીસાની સામે,
જીવન હું ને મરણ મારું પ્રતિબિંબ લાગે છે..

અસમંજસમાં પડતા રુંધાય ગયો છુ હું,
કે શ્વાસ પણ મને એક અહેસાસ લાગે છે..

જિંદગીના સપના પૂરા કર્યા નિડર બનીને,
આજે મારી પાસે બધું છે છતા ડર લાગે છે..

ખબર નહિં કેમ મને માણસોની જરૂર લાગે છે..!

Saturday, 5 December 2015

મુલાકાત વગર જ મિત્ર બની ગયા..!

યાદ તમારી એવી આવી ક જાણે પાણી અશ્રુ બની ગયા,
જીવન એક મરજિયાત લાગ્યુ ને તમે ફરજિયાત બની ગયા..

મળવાની એવી તડપ કે તમારા દર્શન એજ અમારો ખોરાક,
ઓક્સિજન મળે કે નો મળે તમે હ્રદયની જરૂરિયાત બની ગયા..

દર્દ તો આપ્યો શ્વાસે શ્વાસે ને હમદર્દ બની આપ્યો વિશ્વાસ,
વન જેવા સફરની શરૂઆત કરી ને તમે જીવનના હમસફર બની ગયા..

જીવનને મરણના બધા હિસાબ સોંપી દિધા આપને,
લોકોને તમારામાં રસ જાગ્યો ને તમે અમારી તરસ બની ગયા..

કેટલાક નો સહકાર,કેટલાક ના સલાહકાર ને અર્જુનના સારથિ,
હે કૃષ્ણ! તમે ભગવાન નહિં પણ મિત્ર બની અમારી જિંદગી બની ગયા..

Tuesday, 1 December 2015

ઈશ્વર અપરંપાર છે એ ખબર પડી ગઈ..!

વિચારમાં હું  પડેલોને નજર સામે કોઈ આવેલુ,
જોયું, તો સમય હતો ને તેની સાથે યાદ આવી ગઈ..

ખબર નહિં ઈશ્વરની કૃપા નહોતી કે અમારા ભાગ્ય,
સંતાન નહોતા થયા ને તકલીફ આવી ગઈ..

વરસો પછી એક અઠવાડીએ બે પ્રસંગ આવ્યા,
લગન ને સાથે મિઠાઈની ને  એની ખુશ્બુ  આવી ગઈ..

બીજો અવસર કન્યાદાનનો ને દીકરી અનાથાશ્રમની,
બે દિવસ સાથે રહ્યા ને વિદાઈ આવી ગઈ..

લાગણી હતી છતા સહન કરી આ વસમી વેડા ને,
ઈશ્વરની કરામત ને હેસીયત સામે આવી ગઈ..

મારી દીકરીમાં આ કેમ હું સહન કરત ખબર નહિં,
આટલું વિચારતા જ દશરથની સ્થિતિ યાદ આવી ગઈ..