Sunday, 13 March 2016

હા મિત્રો.. પ્રેમમાં કુરબાની જ હતી..

નજરથી જ પ્રેમ થઈ ગયો અને મૈં તો કહી દિધું,
હવે બસ એમના એકરારની રાહ હતી..

શરૂઆતમાં તો એણે વટથી કહ્યું.. તમને જ શું કામ ચાહુ?
ટૂંકમાં, તેમને પ્રેમના પુરાવાની દરકાર હતી..

બીજુ તો શું આપુ પુરાવામાં..? જાતને સોંપી દીધી,
અંતમાં આલિંગન આપિ કહ્યુ..
તમને શું ખબર તમારા કરતા ઉતાવળ મને હતી..

પ્રેમ તો આવો જ હોય..પણ આ લોકોથી સહન થાય..?
દરેક ક્ષણે તેમને અમારી વચ્ચેની તકરારની રાહ હતી..

આજે સમજાણું પેલા બાજીરાવનું દુઃખ,
ભલેને દુનિયા હાથમાં હોય તો પણ સરકાર મસ્તાનીમાં જ હતી..

Thursday, 10 March 2016

કેવા હતા એ દિવસો ને કેવી હતી એ સાંજ..!

કેવા હતા એ દિવસો ને કેવી હતી એ સાંજ,
થતી જમીન ને આસમાનની સાથે પ્રેમની પણ વાત..

કેવી હતી એ તકરારો ને કેવો હતો એ ગુસ્સો,
મનાવતો હું દરરોજ કેમ કે હતી તે મારી જરૂરિયાત..

તરસ્તો હતો સંબંધને માટે ક્યાં ખબર હતી તેમને,
તોડી નાખ્યો સંબંધ ને થઈ અમારી અંતિમ મુલાકાત..

કહી દિધુ તેણે નથી તને કદર મારી..
હું તો મૌન રહ્યો..સાહેબ, પ્રેમને થોડી હોય રજૂઆત..

યાદ નથી છેલ્લે ક્યારે વાત થઈ હતી,
જોઈએ હવે કોણ કરે છે સંબંધની ફરી શરૂઆત..કેવા હતા એ દિવસો ને કેવી હતી એ સાંજ..

Thursday, 11 February 2016

મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!

થવા જોઈએ વિચારો પરંતુ થઈ રહ્યા છે વિકારો એચ.ડી.માં,

મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!


ઈમેજ મારી સારી જ હતી..લોકોએ કીધું એડીટ કર,બ્લર થયો હું ને

જમાના એ કહ્યું રે ભાઈ તુ તારા જ રિસોલ્યુશનમાં..


મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!


ખુશી કો'કની હતી ને છિનવી લીધી ૩જી ની ઝડપે,

ગુંચવાય ગયો સરખામણી ને દેખાડાના નેટવર્કમાં..


મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!


ભૂલોનું રિચાર્જ કરાવીને જ તો દરરોજ લોકો સાથે વાત કરુ,
જોઈ મૈં બેલેન્સ તો બહાનાઓ સિવાય બીજું હતું જ નહીં એકાઉન્ટમાં..


મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!


થયો પ્રશ્ન કે શું જરૂરિયાતોમાં જ ઝડપાયેલો રહીશ આ જીવનમાં??

'પૂજન' ઓળખ જાતને ને શોધી લે વાયરસ તારી સિસ્ટમમાં..


મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!

Monday, 1 February 2016

અમે તો માણસ અમને આટલું તો જોઈએ!

દુઃખ નહિં સુખ જોઈએ
પીડા નહિં પૈસા જોઈએ
માવત્તર નહિં મિલકત જોઈએ
મિત્રો નહિં મોબાઈલ જોઈએ

ભણ્યા પછી નોકરી જોઈએ
ને પછી તરત છોકરી જોઈએ..
ભરેલી ઘરમાં પૈસાની ટોકરી જોઈએ
ને સામે એટલી જ ઘર વકરી જોઈએ..

અમને વંશ નહિં વાડી જોઈએ
ફેરવવા માટે ગાડી જોઈએ..
ઘરમાં હોટેલ જોઈએ ને
હોટેલમાં ઘર જોઈએ..

અમને જુવાનીમાં બાળપણ ને 
બાળપણમાં જુવાની જોઈએ..
વૃધ્ધાવસ્થામાં મૃત્યુ ને 
તે નજીક આવતા જીવન જોઈએ..


Wednesday, 6 January 2016

આજે તે શાળાની યાદ આવી ગઈ..!

ભણ્યો હું જ્યાં એ શાળાની આજે મને યાદ આવી ગઈ,
સવારની પ્રાર્થનાની સાથે ત્યાંની ધૂન યાદ આવી ગઈ..

સવારના એક હાથ છૂટો રાખીને ઊભી રખાતી એક હરોળ,
તો રિસેસનો ઘંટ વાગતા જ વિદ્યાર્થીઓની તે દોડધામ યાદ આવી ગઈ..

સેલ્ફી તો ક્યાં હતા ક્યાં હતું વોટ્સએપ કે ફેસબુક,
વાળવાની અદપ કે હાથ સીધા એ ક્લાસની ફોટો યાદ આવી ગઈ..

હોય અન્યુઅલ ડે,સ્પોર્ટ્સ ડે કે નવરાત્રી કે પછી પેરન્ટસ મીટિંગ,
આર્ચીવિલા ને મુખ્ય શાળાની વચ્ચેના મેદાનની ઊજવણી યાદ આવી ગઈ..

ફુટબોલ,ક્રિકેટની સાથે સંગીતના પણ કેટકેટલા સાધનો,
તો વળી મને છેલ્લા પિરિયડમાં રમાતી કેચ કેચ ની રમત યાદ આવી ગઈ..

વિદ્યાર્થીઓ કેટલાય મળે છે..પણ એ શિક્ષકોને શાળા નહિં,
કદાચ એટલે જ તેમને થાતું હશે કે આજે આટલી એટકી કેમ આવી ગઈ..