દુઃખ નહિં સુખ જોઈએ
પીડા નહિં પૈસા જોઈએ
માવત્તર નહિં મિલકત જોઈએ
મિત્રો નહિં મોબાઈલ જોઈએ
ભણ્યા પછી નોકરી જોઈએ
ને પછી તરત છોકરી જોઈએ..
ભરેલી ઘરમાં પૈસાની ટોકરી જોઈએ
ને સામે એટલી જ ઘર વકરી જોઈએ..
અમને વંશ નહિં વાડી જોઈએ
ફેરવવા માટે ગાડી જોઈએ..
ઘરમાં હોટેલ જોઈએ ને
હોટેલમાં ઘર જોઈએ..
અમને જુવાનીમાં બાળપણ ને
બાળપણમાં જુવાની જોઈએ..
વૃધ્ધાવસ્થામાં મૃત્યુ ને
તે નજીક આવતા જીવન જોઈએ..
No comments:
Post a Comment