Thursday, 11 February 2016

મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!

થવા જોઈએ વિચારો પરંતુ થઈ રહ્યા છે વિકારો એચ.ડી.માં,

મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!

ઈમેજ મારી સારી જ હતી..લોકોએ કીધું એડીટ કર,બ્લર થયો હું ને

જમાના એ કહ્યું રે ભાઈ તુ તારા જ રિસોલ્યુશનમાં..

મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!

ખુશી કો'કની હતી ને છિનવી લીધી ૩જી ની ઝડપે,

ગુંચવાય ગયો સરખામણી ને દેખાડાના નેટવર્કમાં..

મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!

ભૂલોનું રિચાર્જ કરાવીને જ તો દરરોજ લોકો સાથે વાત કરુ,
જોઈ મૈં બેલેન્સ તો બહાનાઓ સિવાય બીજું હતું જ નહીં એકાઉન્ટમાં..

મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!

થયો પ્રશ્ન કે શું જરૂરિયાતોમાં જ ઝડપાયેલો રહીશ આ જીવનમાં??

'પૂજન' ઓળખ જાતને ને શોધી લે વાયરસ તારી સિસ્ટમમાં..

મને ખબર જ નથી શું થઈ રહ્યું છે આ જિંદગીમાં!!

No comments:

Post a Comment