#life 😊
હું જેમ જેમ સમજણો થતો હતો તેમ તેમ મૌન બનતો ગયો. કેમકે, સંબંધમાં જેટલી સંવાદોની જરૂર છે તેટલી જ જરૂર છે મર્યાદાની! કશું કહીને કે સમજાવીને જો બધું જ પતી જતું હોય તો લોકો આજે ઈર્ષ્યા, અદેખાઈ કે અહમ વગર જીવતા થાય ગયા હોત! કઈ જ બોલ્યા વગર પણ બધું કરી શકાય છે, બધું જ! અહીં બે ફાયદા છે.
૧) તમારો આગળનો અભિગમ કોઈ માપી શકતું નથી.
૨) તમે સમજ્યા હોય કે નહિ, લોકો માની લે છે કે તમે ચતુર છો!
૨) તમે સમજ્યા હોય કે નહિ, લોકો માની લે છે કે તમે ચતુર છો!
સામાન્ય રીતે, લોકો બોલીને બગાડે છે. હું મૌન રહીને અટકાવવા આવ્યો છુ! મને બગાડવું ગમતું નથી એવું નથી પણ શબ્દોના ખેલથી કોઈને મળેલી જીત એ માણસનું ધ્યેય નથી. આપણું ધ્યેય માધ્યમ બનાવવાનું છે નહીં કે બગાડવાનું! રહસ્યમય મૌનમાં તાકાત છે એટલી કદાચ શસ્ત્રમાં નથી. શબ્દો અને મૌનમાં બહુ જ પાતળી રેખા છે. અંતરથી હોઠ સુધીની આ સફરમાં શબ્દો જો પી જશો તો તરી જશો. તમે તમારા પ્રિયતમ સાથે ગાળેલી એ મહાન ક્ષણોમાં શું યાદ રાખો છો ? "તેને મને કહેલું..." તો ખરાબ ક્ષણોમાં પણ ઝઘડો, તેનું કારણ નહીં પણ તેને મારે માટે વીંધેલા એ તુચ્છ શબ્દો કારણભૂત હશે! કદાચ જો આ શબ્દો કાઢી નાખીયે તો'ય મહાન આ ક્ષણ થઈ શકે ખરા? ૭૦% લોકોની સારી ને ખરાબ ક્ષણો નાબૂદ થઈ જાય!
૨૧મી સદીમાં સમય, સમજણ અને સંપત્તિ અખૂટ છે, રહેશે અને મળવાની છે. શોધે છે તો સુખ, ઝંખે છે તો શાંતિ, જરૂરી માને છે તો સ્વતંત્રતા! ઈતિહાસમાં જેને જે મહાન લાગતું હતું એ આપણી સ્વતંત્ર જિંદગી હજી જરૂરિયાત છે. બધું જ આપે છે એ ઈન્ટરનેટ પણ કોઈને મૌન રહેતા શીખવી શકે ખરું? એ શબ્દોથી સુખ આપી શકે પણ યુવાનને સંતોષની શિખામણ આપી શકે? અમુક વસ્તુઓ શીખવી પડે છે, અમુક જન્મથી જ હોય છે! મૌન એવું છે જે શીખવવામાં આવે તો પણ શક્ય નથી. અહીં જરા પણ અન્યાયને સહન કરીને જીતવાની વાત નથી. બોલવું જોઈએ, બહુ જ જુસ્સાપૂર્વક લોકોને પોતાનામાં લઈ શકીયે એ રીતે બોલવું જોઈએ..આ બધા શબ્દોમાં લોકોનો અથવા સ્વનો વિકાસ કે ફાયદો હોય છે. સામે ચાલીને આવી ક્ષણો આવે એ શક્ય નથી. ઉત્પન્ન થતી આ ક્ષણોમાં તમને અઢળક અનુભવો થશે જે શીખવી જશે ક્યારે બોલવું ને ક્યારે ચૂપ રહેવું! સાઈરામ દવેના કાર્યક્રમમાં સાંભળેલી આ પંક્તિઓ..

પ્રશંશામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી
મજા જે હોય છે ચુપમાં એ ચર્ચામાં નથી હોતી..
મજા જે હોય છે ચુપમાં એ ચર્ચામાં નથી હોતી..
એ ચૂપ રહીને મજા માણવાની વાત કરે છે. આ એક અનુભવ છે, ઘણા ગૂંગળામણ કહે છે પણ મને ગાઢ લાગે છે. મારી સાથે, દીવાલો સાથે વાત કરી છે પણ ક્યારેક અંદર ને અંદર મારી સાથે મારો હું વાત કરે છે..ઘણી વખત ચાર-પાંચ અંદરથી આવતા અવાજો મને સંભળાય છે. અંતમાં હાસ્ય સાથે હું બોલવાની શરૂઆત કરું છું! અહીં તમે જ વિજયી છો ને તમે જ પરાસ્ત! બધું તમને સમજાય છે છતાં લોકો મુંજાય છે, આ કેમ હલતો નથી? 😄 અહીં અંદરથી હલી જવાની વાત છે. વાત છે તો તમારામાં રહેલી શક્તિઓને જાગૃત્ત કરવાની! વાત છે તમારામાં તમને શોધવાની..
લખો, બોલો ને વાંચો...મજા આવે એ કરો પણ હા, તમારા આ લખાણથી કોઈને ઈજા કે હાનિ ના થાય એ જોજો..વિચારોથી સમૃદ્ધ આપણી પેઢી આવી ગયેલ છે. ચલો, બોલાયેલા શબ્દોથી સંપન્ન થઈએ!
લખો, બોલો ને વાંચો...મજા આવે એ કરો પણ હા, તમારા આ લખાણથી કોઈને ઈજા કે હાનિ ના થાય એ જોજો..વિચારોથી સમૃદ્ધ આપણી પેઢી આવી ગયેલ છે. ચલો, બોલાયેલા શબ્દોથી સંપન્ન થઈએ!
No comments:
Post a Comment