Friday, 11 December 2015

મને માણસોની જરૂર લાગે છે..!

એકલતાની આડમાં આવી ગયેલો હું,
મને અવાજની આહટ પણ આકર્ષક લાગે છે..

સુખની ઓટ આવતા આંસુથી છલકાયેલો હું,
દર્દ સાંભળી ને દિવાલને પણ ભેજ લાગે છે..

પોતાની સાથે પણ કેટલી વાતો કરું અરીસાની સામે,
જીવન હું ને મરણ મારું પ્રતિબિંબ લાગે છે..

અસમંજસમાં પડતા રુંધાય ગયો છુ હું,
કે શ્વાસ પણ મને એક અહેસાસ લાગે છે..

જિંદગીના સપના પૂરા કર્યા નિડર બનીને,
આજે મારી પાસે બધું છે છતા ડર લાગે છે..

ખબર નહિં કેમ મને માણસોની જરૂર લાગે છે..!

No comments:

Post a Comment