ખબર નહિં સમયના કેટલા બાકી હશે જખમ,
હવે આંસુ સિવાય નથી બીજા એકેય મરહમ..
પૈસા એ પાયમાલ કર્યા..ત્યારે ખબર પડી,
હવે લાગણી સિવાય બીજી એકેય નથી ફોરમ..
નમી નમી દંડવત કર્યા છતા અસર ન થતા લાગ્યું,
હવે કોશિશ સિવાય નથી બીજા એકેય કરમ..
ભાગ્યને ભરોસે ભાગતા-ભાગતા ભાડી ગયા ભ્રમ,
ખબર પડી કે લોકોને નહિં પચતો પૈસા વગર ધરમ..
અસત્યને આશરે ઊભા હતા અડીખમ નિર્ભયતાથી,
છતા થઈ જતા ખબર પડી કે સત્યને નથી શરમ..
ખબર નહિં સમયના કેટલા બાકી હશે જખમ,
હવે આંસુ સિવાય નથી બીજા એકેય મરહમ..
No comments:
Post a Comment