Friday, 30 October 2015

કેટલાક તથ્યો મને પણ કબૂલ હતા..

પરિસ્થિતિથી પરતંત્ર થવા ગયેલો,
પરંતુ પરંપરા ના ઉસૂલ અલગ હતા..

સચ્ચાઈને સાબિત કરવા ગયેલો,
પરંતુ સત્યના મૂલ અલગ હતા..

મુશ્કેલીથી પર.. મંઝિલ મેળવવા ગયેલો,
પરંતુ માર્ગના મહેસૂલ અલગ હતા..

કર્મ સાથે કરાર કરવા ગયેલો, 
પરંતુ કોશિશના કર અલગ હતા..

ભગવાન સાથે ભવિષ્ય નક્કી કર્યુ,
પરંતુ મારા ભાગ્ય જ અલગ હતા..

વિશેષતાની સાથે લોકોમાં વિવિધતા હતી,
પરંતુ વિચારો મારા અલગ હતા..