Tuesday, 10 November 2015

દિવાળી ઘેર-ઘેર છે..

હરખની આ હેલી ને ફટાકડાનો અવાજ,
બાળકોનો કલબલાટ કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

છે સાટાની સગવડ ને મળે સુખનું બોનસ,
લક્ષ્મીજીના પગલાં કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

પકવાનોની મહેફીલ ને માતાજીના નિવેદ,
પરંપરાનું પાલન કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

કલરે-કલરનાં કપડા ને રંગબેરંગી આંગણાં,
રંગોલીના રામ કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

અમાસનું અંધારું ને દિવડાઓની રોશની,
રસ્તા પરની રોનક કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

સમય ને સંજોગ હોય ને એમાં શબ્દોનો સમાવેશ,
તો શબ્દની સફર પણ કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

No comments:

Post a Comment