#exams ;-)
શાંત ઓરડો..સામે દિવાલ..ઉપર પંખો..બહારથી આવતો વાહનોનો અવાજ ને આ બધાની વચ્ચે રૂમમાં બેઠેલો એન્જિનિયરીંગનો વિદ્યાર્થી! વિચારોના ચકરાવે ચડેલું મગજ વારંવાર સામે રહેલું વાંચવા મજબૂર કરે છે. સમયને વેડફીને છેલ્લે છેલ્લે વિદ્યાર્થી આઈ.એમ.પી. પર આવે છે! ખોટા ખ્યાલોમાંથી નીકળવા સતત મથી રહેલો વિદ્યાર્થી સમજે છે કે આ ક્યાં અગત્યનું છે! એને તો એવા એવા પિક્ચરો ને એવુ એવુ જોયુ છે કે જેમાં આનું મહત્વ છે જ નહિં! મહત્વ છે તો બસ.. અંદર રહેલી પેશનનુ..મહત્વ છે તો બાહ્ય વાંચનનુ! મહત્વ છે તો બસ..એ આંતરિક ઊર્જાનું કે જેનાથી તેને મહાન..આંહા! ફેઈમ(નામના) પામવાનુ! આજે એક અવળો વિચાર આવ્યો! આ બધુ પરીક્ષા સમયે જ કેવું મગજમાં આવે છે? અચાનક, બધુ ખોટું થવા લાગે છે! અંદરથી પેશન જાગવા લાગે છે. પોતાના સ્વાર્થ વગર કંઈ જ વાત ના કરતો વિદ્યાર્થી દસ દિવસ માટે પોતાના કેરિયર સિવાયના કેરિયરને પામવા કેટલો મહાત્વાકાંક્ષી થઈ જાય છે! અચાનક એ આઈન્સ્ટાઈનના ફોટાઓ ફરવા લાગે છે. દાખલાઓની સાબિતીને બદલે થઈ ગયેલા બિલિયનરો અભણ છે એ સાબિતી આપવા મારા જેવા કેટલા વિદ્યાર્થી તૂટી પડે છે! ખેર, દસ દિવસ જતા વાર નથી લાગતી! પરિક્ષા પતવાની સાથે જ અંદરથી એ દસ દિવસમાં જાગેલી મહાત્વાકાંક્ષા અવાજ કરે છે! ચાલ, મને બહાર ઉઘાડ..બહુ સાંચવી રાખી! હવે શું થશે ખબર છે? હા, મને ખબર છે..જવાબ વળતો જ મળે છે..એન્જિનિયર કંઈ આવુ કરે? અથવા, એ તો હવે કરશુ! એવા વિચારો સાથે વિચારોને અવગણ્ય ગણીને કાઢી મૂકવામાં આવે છે. અહિં ઘણા લોકો શરૂઆત કરે છે! વચ્ચે તૂટી જાય છે! બધુ પડતું મૂકી ફરી પોતે જે કરતા હતા ત્યાં આવે છે! વારંવાર..જગતની સામે એકબીજાને અને પોતાને મૂરખ બનાવવાની કેવી ખરાબ આદત પડી ગઈ છે. નહિં? આમાં તો હું પણ આવી જઉં! ખરા-ખોટાની પરવા વગર મારે શું કરવું છે એ આધારે ગમે ત્યારે પલટી મારી જઈએ! યુવાન..કદાચ, આવા જ હશે! વ્યાખ્યા તો યુવાનીની આવી જ લોકો કરે છે! એક્સાથે બધુ પામવાની ઘેલછા..જે મળે છે એમાં ભૂલો કાઢી તેને હાથમાંથી સરકાવી દઈ જે નથી એની પાછળ પડીએ છીએ! મળેલા સંબંધોને ગૌણ ધારી ને આકર્ષણમાં આવેલા સંબંધોને પામવા ગાંડાતૂર થઈએ છીએ! એકલા કંટાળો આવતા..વડીલો પાસે જઈએ છીએ ને તેમની સાથેના વિચારોમાં જનરેશન ગેપનો નિવાળો કાઢી પાછા રૂમમાં ફરીએ છીએ! વળી, એ જ પરિક્ષા અને પછી એકલતાના સૂત્રો ને કોઈને પામવાની ઘેલછા! અવગણનાએ તો આદત કહી શકાય! નિંદાએ પ્રાથમિકતા ને ઈર્ષ્યાએ તો મન અને મગજ પર અરાજકતા ફેલાવી જ છે! વ્યસન કરવા એ યુવાનીનું નિશાન છે! અહિં પણ પરિસ્થિતિ એ જ છે.. કોઈનું જોઈને અને અનુસરીને પાડેલી આદતો હંમેશા અવળી જ હોય છે! સારી ટેવો ને કોઈ મહાન માણસના કામને અનુસરવાની વાત આવતા અમે માણસને અનુસરતા બંધ થઈ જઈએ છીએ. બધી ખબર છે! અઢળક વસ્તુઓ સાંભળી છે, વાંચી છે! એવું નથી, પ્રયત્નો પણ કર્યા હોય છે! બસ..કોઈ મોડાં જાગૃત થાય કોઈ વહેલા! ઘણી વખત તો અમૂક વસ્તુમાં આગળ પણ વધી ગયા હોઈએ છીએ..અચાનક ધાર્યુ ના થતા તૂટી જઈએ છીએ! પછી, કોઈ એવું જોઈએ કે જે ફરીથી એકળો માંડવા પ્રેરિત કરે! એ જ અઘરું છે..અત્યાર સુધી જેને પામવા જે કર્યુ હતુ તેમાં મળ્યુ કશું નથી હોતુ! આશાઓના સહારે ચાલતાં..અચાનક આશા પર પાણી ફરી વળતા ભાંગીએ છીએ! અહિં સમજાય છે કે જો માણસોનો સહારો હોત તો ઊભા થઈ શકત! બાકી, યંત્રોતો પળવાર આનંદઆપી શકે, પ્રેરિત તો આપણાં જ કરી શકે! ખેર, 'ઉંમર બધુ શીખવશે!' ઘણી વખત એવું કહે છે લોકો! ચાલો, ઓછા સમયમાં વધુ શીખવાનો પ્રયત્ન કરીએ!
#sabdnisafar :-)
No comments:
Post a Comment