Saturday, 6 May 2017

એના વગરની આ સાંજ!

એના વગરની આ સાંજ!
સામે દરિયો, મારી બાજુ આવી રહેલા મોજા..આથમતો સૂર્ય ને એક બાંકડે ચુંબન કરી રહેલું યુગલ! રેતીની ચાદરમાં મારુ શરીર નજર સામે કેસરિયા રંગનું આકાશ ને પગના તળિયે આવતા મોજા! નજર જમણી તરફ વળી કે લાંબા વાળ, સુદ્રઢ શરીર, અદભુત વળાંકો ને એમાં પણ લાલ કાપડાઓમાં ભૂરા રંગનો મિશ્રણ. સમયને રોકવાની ઈચ્છા, એના પાછળ ફરવાની રાહ તો વળી એના નામની ધારણા..બધું એકસાથે કરવાની તલપ !! યુવાન લોહી રહ્યુંને..પલક ઝબકી કે તે અદ્રશ્ય!? છેલ્લા બે દિવસથી પીધેલો જામનો નશો હતો કે મૈં ગુમાવેલી યુવતી!? પ્રેમિકા હતી એ મારી..હા, ખૂબ ચાહ્યો એને મને! ગઈકાલે પ્રથમવાર ગળામાં ઉતારેલા એ બે જામના ઘૂંટડા જેવા જલદ હતા અને એ જે રીતે મારી અંદર પ્રવેશ્યા એમ એના મનમાં હું હતો. ભલે શરૂઆતમાં જલદ હોય પણ અંતમાં હું જ વ્હાલો હતો! મારો એને નશો હતો કે પછી આદત હતો હું?!..એ ખબર નહીં પણ એકબીજામાં ચકચૂર તો અમે બંને હતા. તો જ રાત્રિઓ રસપ્રદ બનેને! ઠંડુ પાણી મને સ્પર્શી રહ્યું હતું..આંખ બંધ થઈ ને એના સ્પર્શનો અનુભવ જેમ માછીમાર માછલીને પકડે ને માછલી તડફડે એમ હચમચાવી ગયો! હું સફાળો બેઠો થયો. પાછળ ફરીને જોયું તો લોકો બિયર પી રહ્યા હતા..તો કોઈક માર્ચ પછીનો આનંદ માણી રહ્યા હતા. સિગારેટોથી સાંજનો માહોલ સોહામણો લાગી રહ્યો હતો..એમાં પણ સિગારેટનું શેરિંગ યુવાનોની એકતાને પ્રદર્શિત કરતી હતી! મારુ અંતર કોઈકને ઝંખી રહ્યું હતું. કેમકે, ના મારી પાસે બેચલરોનું ટોળું હતું કે નહોતી પ્રેમિકા! ચાહનારાઓ જયારે સાથે ના હોય ત્યારે ચુલ ચડાવનારાઓની ખામી વર્તાય છે. હું આ નશામાં ભળેલી સુગંધિત સાંજમાં એને ઝંખતો હતો જેને મને કહેલું કે.."તું જ મારો નશો ને તું જ મારુ વ્યસન!" બોટલોના અવાજ ને સિગારેટના ધુમાડાની વચ્ચે હું કિનારે પહોંચતા પાણી પર પગ બોળીને ચાલતો થયો! આ બધાની વચ્ચે મારો અહમ મને એમ જ કહેતો હતો કે તે નહીં એને તને ગુમાવ્યો છે. તો પછી વળતો જવાબ મૈં પણ આપ્યો કે "આ ખાલીપો શા માટે?" તો એ ઘમંડે ઘુઘવાટા અવાજ સાથે કહ્યું.."આ મહેફિલમાં તારી એકલતાને મહેસૂસ કરવાની તાકાતથી કુદરત એને પણ તારા પ્રત્યે વિચારવા મજબૂર કરશે!"

No comments:

Post a Comment