નજરથી જ પ્રેમ થઈ ગયો અને મૈં તો કહી દિધું,
હવે બસ એમના એકરારની રાહ હતી..
શરૂઆતમાં તો એણે વટથી કહ્યું.. તમને જ શું કામ ચાહુ?
ટૂંકમાં, તેમને પ્રેમના પુરાવાની દરકાર હતી..
બીજુ તો શું આપુ પુરાવામાં..? જાતને સોંપી દીધી,
અંતમાં આલિંગન આપિ કહ્યુ..
તમને શું ખબર તમારા કરતા ઉતાવળ મને હતી..
પ્રેમ તો આવો જ હોય..પણ આ લોકોથી સહન થાય..?
દરેક ક્ષણે તેમને અમારી વચ્ચેની તકરારની રાહ હતી..
આજે સમજાણું પેલા બાજીરાવનું દુઃખ,
ભલેને દુનિયા હાથમાં હોય તો પણ સરકાર મસ્તાનીમાં જ હતી..