Friday, 30 October 2015

કેટલાક તથ્યો મને પણ કબૂલ હતા..

પરિસ્થિતિથી પરતંત્ર થવા ગયેલો,
પરંતુ પરંપરા ના ઉસૂલ અલગ હતા..

સચ્ચાઈને સાબિત કરવા ગયેલો,
પરંતુ સત્યના મૂલ અલગ હતા..

મુશ્કેલીથી પર.. મંઝિલ મેળવવા ગયેલો,
પરંતુ માર્ગના મહેસૂલ અલગ હતા..

કર્મ સાથે કરાર કરવા ગયેલો, 
પરંતુ કોશિશના કર અલગ હતા..

ભગવાન સાથે ભવિષ્ય નક્કી કર્યુ,
પરંતુ મારા ભાગ્ય જ અલગ હતા..

વિશેષતાની સાથે લોકોમાં વિવિધતા હતી,
પરંતુ વિચારો મારા અલગ હતા..

Tuesday, 27 October 2015

રસ્તા પર ચાલતા ચાલતા છોકરી છે જડી..!

રસ્તા પર ચાલતા ચાલતા છોકરી છે જડી,
કરીને આંખ બંધ જોવે છે શું વળી..

ગયો નિકટ હું તપાસ્યુ મેં બે ઘડી,
લાગ્યુ ખ્વાબમાં હમણાં જ કોક ને મળી..

હાથમાં તેની પાસે હતી કોઇ નાની છડી,
લાગ છે જોડવા રાખી હશે કોઇ દિલની કડી..

ચમક જોઈ ચહેરાની આંખ મારી ઢળી,
મને તો જાણે પીધા વગર જ જામ ચડી..

નશામાં ધૂત હું જેવો દૂર ગયો,
મળ્યો મને ચિત્રકાર જેણે આ મૂર્તિ ઘડી..

રસ્તા પર ચાલતા ચાલતા છોકરી છે જડી,
કરીને આંખ બંધ જોવે છે શું વળી..

Saturday, 24 October 2015

જતા જતા તે આટલું કહી ગયો..!

જતા જતા તે આટલું કહી ગયો..!

દર્દમાં ડૂબ્યો ને મળ્યો ડોક્ટરને,
રહી ને હોસ્પિટલમાં ઝખમ વધારતો ગયો..

કિસ્મતની કરામત કહો કે કરમની કઠણાઈ,
કુંડળીને ભરોસે ભરોસે કરમાતો રહ્યો..

લોકો ખબર કાઢવા આવવા લાગ્યાને,
સાજા થવાના ખ્વાબનો ખરચ વધતો ગયો..

કહે તે,પોસાતી નથી મને આ પીડા,
પ્રભુ સુધી પહોંચ નથી એટલે જ તો પીડતો રહ્યો..

દવા કે દુઆની અસર નહોતી કારણ,
હવે દેહ છોડવાનો દિવસ આવી ગયો..

દર્દમાં ડૂબ્યો ને મળ્યો ડોક્ટરને..
રઈ ને હોસ્પિટલમાં ઝખમ વધારતો ગયો..

બસ, તે જતા જતા આટલુ  કહી ગયો..

Wednesday, 21 October 2015

મારે આ લોક નહિં લોકોને ફેરવવા છે..!

નથી ફેરવવી દુનિયા મારે
મારે વિચારોને ફેરવવા છે..!
આકાર બધાના હોય એકસરખા
આવતા વિકારોને ફેરવવા છે..!

નથી ફેરવવો સમાજ મારે
મારે સમજણને ફેરવવી છે..!
પરંપરા હોય બધાની એકસરખી
પાડનારી પ્રજાને ફેરવવી છે..!

નથી ફેરવવા ભગવાન મારે
મારે થતી ભક્તિને ફેરવવી છે..!
કૃપા બધા પર હોય એકસરખી એમની
કરાતા કર્મોને ફેરવવા છે..!

નથી ફેરવવું જીવન મારે
મારે જરૂરિયાતને ફેરવવી છે..!
મંઝિલ બધાની છેવટે એકસરખી
બસ,મેળવવાનો માર્ગ ફેરવવો છે..!

એટલે જ,મારે આ લોક નહિં લોકોને ફેરવવા છે..!


Monday, 19 October 2015

લખવું હતુ ઘણું પણ લખી ના શક્યો..!

નિષ્ફળતામાં નિરાશ એટલો થયો કે ,
સફળતાને સમજીના શક્યો..!

સરખામણી સાથે સફર કરી,
સાલો, જાત સાથે જ ભૂલો પડી ગયો..

મોટા થવામાં શરાબ સાથે સંધાય ગયા,
ને સંબધો આમ નામ ચિરાય ગયા..

શંકાને તો જીવનનું દર્પણ બનાવ્યું મેં,
બસ, આત્મવિશ્વાસ તૂટી ગયો..

અધૂરાઈની તો એવી આદત લાગી કે,
આવેલી આવડતો ને પણ ઓસરી ગયો..

મૃત્યુથી નિડર થવા નિકડેલો હું,
જીવતા જીવતા પણ ડરવા લાગ્યો..

નિષ્ફળતામાં નિરાશ એટલો થયો કે ,
સફળતાને સમજીના શક્યો..!

Thursday, 15 October 2015

સરળ હતું એ દેખાવમાં પણ સમજવામાં અઘરું હતુ..!

સરળ હતું એ દેખાવમાં પણ સમજવામાં અઘરું હતુ..

ઊંડો ઊતર્યોને ને થયું કાંઈક ખોટું થયું,
પણ મારુ તેના પ્રત્યેનું આકર્ષણ જબરું હતુ..

મૂકી દેવું હતુ બધું ને પહોંચવું તુ બીજે,
પણ મધદરિયેથી કિનારે પહોંચવું કપરું હતુ..

બસ, આગળ ચાલ્યો કશું વિચાર્યા વગર,
આમ જોઈએ તો ભવિષ્ય સાવ કોરું હતુ..

નજીક આવી મંઝિલ ને ખુશ થયો હું,
દૂરથી જોતા જ એ કાંઈક ગજબનું હતુ..

આવ્યા કિરણ સૂરજના ને ફેલાયો પ્રકાશ..
નિંદરની સાથે સપનું પણ કેવું સૂનેહરું હતુ..!

સરળ હતું એ દેખાવમાં પણ સમજવામાં અઘરું હતુ..

Monday, 12 October 2015

પવનમાં પરોવાયેલો પ્રકાશ..!

પવનમાં પરોવાયેલો પ્રકાશ..!

ધારણાંની ધુમ્મસમાં ધોવાયેલો..
ઝાકળ રૂપી ઝરુખામાં ઝરેલો..

મીઠા ટહુકાથી ટમટમાયેલો..
ને સવારના શૈશવમાં સેવાયેલો..

ફોરમ ભર્યા ફળીયામાં ફેલાયેલો..
ને બંધ બારણામાં બંધાયેલો..

ગુસ્સાની ગરમીમાં ગાઢ ગરમાયેલો..
થરથરતી થંડીમાં થીજેલો..

ત્રાટકતા તડકાથી ટેવાયેલો..
ને છલકાતા છાયામાં છવાયેલો..

લસરતી લેહરોમાં લેવાયેલો..
ને તરાપમાં ટવાયેલો..

હળવા હરખમાં હરખાયેલો..
ઘોર ઘમંડમાં ઘવાયેલો..

કાળજાળ કકડાટમાં કંડારાયેલો..
સરોવરની શાંતિમાં સપડાયેલો..

જડ એવી જમીનમાં જકડાયેલો..
ને વરસતા વરસાદમાં વેરાયેલો..

ક્ષિણ ક્ષિતિજમાં ક્ષેવાયેલો..
ને દ્રઢ દર્પણમાં દોરાયેલો..

ચરણ સ્પર્શમાં ચીરાયેલો..
ને જ્ઞાનમાં ગવાયેલો..

એવો કુદરતનો આ પરોવાયેલો પ્રકાશ..!

Wednesday, 7 October 2015

આ તે સાલો કેવો ડર કે થઈ ગયો અમર..!

આ તે સાલો કેવો ડર કે થઈ ગયો અમર..!
ગયો હતો મુંબઈ ફરવા ને મળ્યો મને સમંદર..

ઇચ્છા નો હતી પણ લઈ ગયો સિકંદર..
કિનારે પાણી ન જોઇને ચાલ્યો વધુ થોડું અંદર..

આવી અચાનક ભરતીને યાદ આવી પેઢી પંદર..
ખબર નો હતી ક્યાં આવ્યુ નજીકમાં બંદર..

તુફાનથી તરતા શીખ્યોને યાદ કર્યા પૈગમ્બર..
ભલે મુશ્કેલી ને કરી ગયો સર..

પણ પાણીનો ડર થઈ ગયો ઘર..
આ તે સાલો કેવો ડર થઈ ગયો અમર..!


Monday, 5 October 2015

વિચારના વાવઠાનો વિશાળ ચહેરો..!

વિચારના વાવઠાનો વિશાળ ચહેરો..!

આનંદ એનો અદમ્ય હતો ને ,
ઉત્સાહ એનો અનેરો..

મુખ પર એનું સ્મિત જોઈને આપણા,
હરખમાં થાય ઉમેરો..

ચાલ એની ચપળ હતીને દેહના,
ચળકાટથી થયો છકેલો..

મોતી જેવી આંખની પારદર્શકતાથી,
હું પણ અંજાયો..

લલાટ પરની તેજસ્વિતા જોઈને,
હું સહેજ ભળકાયો..

એ કાળા ભમ્મર વાળના રંગમાં ,
હું પણ રંગાયો..

નજરથી નજર મેળવીને ખબર નહિં,
હું પણ શરમાયો..

રૂપના આ સૌંદર્યથી તેની પસંદગીમાં,
હું પણ હરખાયો..

ખરેખર,
આનંદ એનો અદમ્ય હતો ને ઉત્સાહ એનો અનેરો..

Friday, 2 October 2015

ચાલો કરીએ એક વાત શેર..

ચાલો કરીએ એક વાત શેર..
આ યુગમાં વધતી ગઈ લોકોની કેર..

સાચા અર્થમાં જીવે છે કોક રેર..
બીજાથી ઊપર ચડવા લ્યે પોતાની સાથે વેર..

પૈસા માટે સગાઓ ને પણ આપી દે ઝેર..
ભલેને પોતાને આવે બિમારી તેર..

કરવી છે જીવનમાં બધા ને લેર પણ..
તેના માટે નો કરાય બીજાના સુખની હેર-ફેર..

બાપુ પણ કહે છે જો થતું હોય ભલું શહેર..
તો પી લઈએ અહિંસાનું ઝેર..

ન કરવી જોઈએ આપણે દેર..
સૌ ભેગા મળીને કરીએ આ વાતને શેર..!

ચાલો કરીએ એક વાત શેર..