Tuesday, 24 November 2015

વિચાર પણ અર્થ બની ગયો..!

પ્રાણીઓની સભામાં પી.એચ.ડી. ની ચર્ચા થઈ,
શિક્ષણ ધંધો બની ગયો..

ફેસબુક ને વોટ્સએપમાં ચેટ શરૂ થઈ,
પ્રેમ વહેમ બની ગયો..

ભગવાનના નામે મંદિરો રૂપી મહેલ બનાવ્યા,
ધરમ ધતિંગ બની ગયો..

પ્રદૂષણથી વરસાદ ઘટ્યોને વાતાવરણ બગડ્યું,
વૃક્ષ વરુ થઈ ગયો..

પૈસા ટકે સુખી ને ગુસ્સામાં આત્તુર એવો,
માણસ જનાવર થઈ ગયો..

દર્દનો દેકારો ને ગરીબીની ગરિમા વચ્ચે,
આંસુ મોંઘો થઈ ગયો..

મુશ્કેલી, મોંઘવારી ને વિખુટા પરિવાર,
આની વચ્ચે ઘર એક વિચાર બની ગયો..!

વિચારો હતા અનેક ને લખ્યો એક,
જોતા જોતા વિચાર પણ અર્થ બની ગયો..!

Saturday, 21 November 2015

શા માટે નારી જ હંમેશા નમે..?

અવતાર મારો છોકરીનો ને હું ખરીદીમાં ગયેલી,
મેં તો સામું પણ નહોતું જોયું છતા હું પીડાનો ભોગ બનેલી..

અપશોશ એનો નથી કે હરણ થયું મારુ,
લોકો સામે હતા છતાં કોઇએ ના બચાવેલી..

ઘટના પછી લોકોએ વિરોધ કરી આશ્વાસન આપ્યું,
ગુનેગારો પકડાયા ને છુટી ગયા ને મેં ચારિત્ર્ય્તા ગુમાવેલી..

વિનંતી કરુ છુ આપને લાવજો સ્વતંત્રતા વિચારોમાં,
નહીં તો રહેશે દિકરીઓ આપણી આમાં જ સપડાયેલી..

અને આ બધા પછી છેલ્લે..

ભણવું હતુ મારે ને પપ્પાએ પૈસા નથી એમ કહ્યું,
ને સમાજ માટે તેટલા જ રૂપિયામાં મને સાસરે વળાવેલી..

અવતાર મારો છોકરીનો ને હું ખરીદીમાં ગયેલી,
મેં તો સામું પણ નહોતું જોયું છતા હું પીડાનો ભોગ બનેલી..

Tuesday, 17 November 2015

ખ્વાબમાં ખરી પડેલો ખ્યાલ..!


કરીને કામ આખા દિવસનું આડી પડી હતી,
આંખ બંધ થતા ચમક સામે ચડી હતી..

ખ્યાલ આવ્યો ખ્વાબમાં ને મને કોઈ દેખાણું,
જોયુ તો એની નજર પણ મારા સામે જ હતી..

રડવું જોઈ એનું  હૈયુ મારુ છલકાતું હતુ,
સંબંધ ખબર નહિં પણ લાગણી બંધાતી હતી..

ચહેરો જોયો, છતા ખબર ના પડી કે કોણ હતુ એ..?
સંબંધની સાથે એ વાત પણ રહસ્યમય હતી..

થયું અજવાળું ને ઊઘડી ગઈ આંખ,પછી ખબર પડી કે,
હું ખ્વાબમાં મારા જ ગર્ભના બાળકનું સર્જન કરતી હતી ..

Saturday, 14 November 2015

એકલતાનો ભય મને અડકી ગયો..!

અજવાળું અદ્રશ્ય થયુ ને હું પ્રકાશની રાહમાં બેસી ગયો,
બસ, એટલામાં મને એકલતાનો ભય અડકી ગયો..

ભયભીત થયેલો હું આરાધના કરતો હતો ઈશ્વરની,
ઊપર જોયુ તો આકાશનો રંગ પણ બદલી ગયો..

એકલતાના અવાજથી એવો અસમંજસમાં મુકાયો,
કે જાત સાથેનો મારો સંપર્ક તૂટી ગયો..

અંધારાની સાથે અમાસની આહટ એવી થઈ કે,
ભવિષ્યની આશ નો વિચાર પણ ડરી ગયો..

છતા અડીખમ ઊભો રહ્યો હું આ આંધીની સામે,
ને છેવટે ખોવાયેલો હું સવારે મારા પ્રવાસીઓ ને મળી ગયો..!

Tuesday, 10 November 2015

દિવાળી ઘેર-ઘેર છે..

હરખની આ હેલી ને ફટાકડાનો અવાજ,
બાળકોનો કલબલાટ કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

છે સાટાની સગવડ ને મળે સુખનું બોનસ,
લક્ષ્મીજીના પગલાં કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

પકવાનોની મહેફીલ ને માતાજીના નિવેદ,
પરંપરાનું પાલન કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

કલરે-કલરનાં કપડા ને રંગબેરંગી આંગણાં,
રંગોલીના રામ કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

અમાસનું અંધારું ને દિવડાઓની રોશની,
રસ્તા પરની રોનક કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

સમય ને સંજોગ હોય ને એમાં શબ્દોનો સમાવેશ,
તો શબ્દની સફર પણ કહી દે..દિવાળી ઘેર-ઘેર છે..

Wednesday, 4 November 2015

આજે ખબર પડી સાચું પરમ..!

ખબર નહિં સમયના કેટલા બાકી હશે જખમ,
હવે આંસુ સિવાય નથી બીજા એકેય મરહમ..

પૈસા એ પાયમાલ કર્યા..ત્યારે ખબર પડી,
હવે લાગણી સિવાય બીજી એકેય નથી ફોરમ..

નમી નમી દંડવત કર્યા છતા અસર ન થતા લાગ્યું,  
હવે કોશિશ સિવાય નથી બીજા એકેય કરમ..

ભાગ્યને ભરોસે ભાગતા-ભાગતા ભાડી ગયા ભ્રમ,
ખબર પડી કે લોકોને નહિં પચતો પૈસા વગર ધરમ..

અસત્યને આશરે ઊભા હતા અડીખમ નિર્ભયતાથી,
છતા થઈ જતા ખબર પડી કે સત્યને નથી શરમ..

ખબર નહિં સમયના કેટલા બાકી હશે જખમ,
હવે આંસુ સિવાય નથી બીજા એકેય મરહમ..